મોદી સરકાર આપને પૈસા કમાવવાનો મોકો આપી રહી છે, જેમાં આપ 75 હજાર રૂપિયા સુધી કમાઈ શકો છો. એ પણ ઘરે બેઠા. આના માટે આપે કરવું પડશે આ કામ.
આપને ઘરે બેઠા એક લોગો બનાવવાનો રહેશે. જેનો લોગો સૌથી સારો હશે એને મોદી સરકાર 75 હજાર રૂપિયા સુધીનું ઇનામ આપશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે.
હકીકતમાં યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એમનો લોગો બદલાવી રહ્યું છે. નવો લોગો બનાવવાનું કામ કોઈ પ્રોફેશનલને આપવાના બદલે સરકાર સામાન્ય માનવીને આ માટે મોકો આપી રહી છે.
જણાવી દઈએ કે, આપની પાસે આવતી 11 ડિસેમ્બર સાંજે 6 વાગ્યા સુધીનો સમય છે. જયારે આપ એન્ટ્રી સબમિટ કરશો ત્યારે એન્ટ્રી સાથે એક નાનો ઈન્ટ્રો પણ આપવો પડશે. જેમાં લોગો વિષે જણાવવું પડશે.
આ આયોજન વિષે વધારે જાણકારી મેળવવામાં માટે આપ www.upsc.gov.in પર જઈ શકો છો.