મુંબઈ
ઘણી વખત તમે કોઈ ગર્ભવતી મહિલાએ પ્લેનમાં બાળકને જન્મ આપ્યા હોવાના સમાચાર તો સાંભળ્યા જ હશે. પરંતુ મુંબઈમાં જે કિસ્સો સામે આવ્યો છે તે આ કિસ્સાથી થોડો અલગ છે.
https://twitter.com/ANI/status/1077741941134159872
૨૧ વર્ષીય ગીતા તેના પતિ સાથે પુણે જવા માટે ટ્રેનની રાહ જોઈ રહી હતી.આ દરમ્યાન તેને અચાનક દુઃખાવો ઉપડ્યો હતો.
ગીતાએ દાદરના પ્લેટફોર્મ પર જ બાળકને જન્મ આપ્યો હતો. હાલ માતા અને સંતાન બંને સ્વસ્થ છે. માં અને નવજાત શિશુને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.