મહારાષ્ટ્રમાં મુંબઈમાં આગનો મામલો સામે આવ્યો છે. કમલા મિલ્સ કમ્પાઉન્ડ નજીક એક બિલ્ડીંગ કે જે કન્સ્ટ્રકશન હેઠળ છે તેમાં આગ લાગી છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના પાંચ એન્જીન પહોચી ગયા હતા.
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આગ સવારે સાત વાગ્યે પાંચમાં માળ પર લાગી હતી.
હાલ આગને કાબુમાં લાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પાંચમા માળ પર આગ શા કારણે લાગી તેની પણ હજુ કોઈ જાણકારી મળી નથી.
મુંબઈમાં આગની ઘટના ઘણી વધી ગઈ છે. ગુરુવારે સાંજે પણ ચેમ્બુર વિસ્તારમમા સરગમ સોસાયટીમાં ભીષણ આગ લાગી હતી. ૧૪માં માળ પર લાગેલી આગને લીધે ૫ લોકોના મૃત્યુ અને ૨ લોકો ઘાયલ થયા હતા.
મુંબઈમાં છેલ્લા ૬ વર્ષોમાં ૨૯,૧૪૦ આગની ઘટના સામે આવી છે. આ આગમાં હજારો લોકો મોતને ભેટ્યા છે.