કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરીની આજે એક સાર્વજનિક કાર્યક્રમમાં અચાનક તબિયત ખરાબ થઇ ગઈ હતી. પરિવહન મંત્રી ગડકરી મહારાષ્ટ્રના અહમદનગરમાં એક કાર્યક્રમમાં મંચ પર અચાનક બેહોશ થઇ ગયા હતા. જોકે, ગડકરીને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
નીતિન ગડકરીનું સુગર લેવલ ખુબ ઘટી ગયું હતું. જેથી તેઓ બેહોશ થઇ ગયા હતા. જોકે, તાત્કાલિક ગળ્યું ખાવાથી, તેઓ ફરી સ્વસ્થ થઇ ગયા હતા. ત્યારબાદ ગડકરીએ રાજભવનમાં રાજ્યપાલ સાથે બપોરનું ભોજન પણ લીધું હતું.
જણાવી દઈએ કે, ગડકરી અહમદનગરમાં આવેલી કૃષિ યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ પણ હાજર હતા. 2011માં ગડકરીએ વજન ઘટાડવા માટે બેરિયાટ્રિક સર્જરી પણ કરાવી હતી.