પટના,
દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસમાં પ્રિયંકા વાડ્રાની થયેલી અચાનક જ એન્ટ્રીને લઇ અનેક રાજકીય સમીકરણો સામે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા જ્યાં કોંગ્રેસ દ્વારા તેઓની એન્ટ્રીને માસ્ટરસ્ટ્રોક ગણવામાં આવી રહ્યો છે, ત્યારે આ વચ્ચે બિહારની નીતિશ કુમાર સરકારમાં મંત્રી એવા નારાયણ ઝાએ પ્રિયંકા પર એક વિવાદિત ટિપ્પણી કરી છે.
નારાયણ ઝાએ ગુરુવારે કહ્યું હતું કે, “માત્ર સુંદર ચહેરા પર વોટ મળતા નથી”.
મળતી માહિતી મુજબ, એક TV ચેનલમાં જયારે વિનોદ નારાયણ ઝાને મીડિયાએ જયારે પ્રિયંકા ગાંધીની પોલિટીકલ એન્ટ્રીને લઈ સવાલ પૂછ્યો હતો, ત્યારે તેઓએ કહ્યું હતું કે, તેઓ પાસે રાજનીતિને લઈ કોઈ જાનકારી નથી.
આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે, “કોંગ્રેસ જુથ્થાપણા હેઠળ છે અને તેઓએ સમજી લેવું જોઈએ કે, સુંદર ચહેરા પર વોટ મળતા નથી.