શાહજહાંપુર,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલાની તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દીધી હોય તે જોવા મળી રહ્યું છે, ત્યારે શનિવારે મિશન ૨૦૧૯ પર તેઓ ઉત્તરપ્રદેશના શાહજહાંપુર પહોચ્યા છે. શાહજહાંપુરમાં પીએમ મોદી ખેડૂત કલ્યાણ રેલીને સંબોધિત કરી રહ્યા છે.
આ દરમિયાન તેઓએ વિપક્ષી પાર્ટીઓ પર હુમલો બોલ્યો હતો અને સાથે સાથે તેઓએ કહ્યું, યુપીમાં પહેલીવાર કોઈ સરકારે ખેડૂતોને તેમની ઉપજની યોગ્ય કિંમત આપવાનું કામ કર્યું છે.
શાહજહાંપુરમાં ખેડૂત રેલીને સંબોધતા પીએમએ કહ્યું,
યોગી જી અને તેઓની સરકારે ડાંગર અને ઘઉંની ખરીદવામાં વધારો કર્યો છે.
નીમ કોટિંગ દ્વારા હવે લોકોને રોજગારી મળી રહી છે.
હવે યુરિયાના ખાતર માટે ખેડૂતોને લાકડીના ડંડા ખાવાની જરૂરત નથી. હવે નીમ કોટિંગ પછી યુરિયા ફેકટરીઓમાં જતું નથી.
અમને ઉત્તર પ્રદેશના ખેડૂતોની ચિંતા છે. છેલ્લા એક વર્ષમાં યોગીજી સરકાર બન્યા બાદ આ કામમાં ઝડપ આવી છે. પૂર્વી ઉત્તરપ્રદેશમાં બે લાખ જેટલા ખેડૂતોની ખેતીમાં પાણી પહોચવા માટે તૈયાર છે.
દેશમાં સિંચાઈ પરિયોજનાઓને લઈને પણ કામમાં ઝડપ આવી છે.
સરકારે હવે નિર્ણય કર્યો છે કે, શેરડીમાંથી માત્ર ખાંડ નહિ પરંતુ ઇથેનોલ પણ બનાવી શકાય છે કે જે ગાડીઓના ઇંધણ તરીકે ઉપયોગમા લઇ શકાય છે.
છેલ્લા પાંચ વર્ષમાં સરકાર દ્વારા કોશિશ કરાઈ છે કે, શેરડીના ખેડૂતોનો એક-એક પાઈ તેઓના ખાતામાં પહોચે.
કેટલાક દિવસ પહેલા શેરડીના ખેડૂતો મને મળવા માટે દિલ્લી આવ્યા હતા અને હું એ આં ખેડૂતોને કહ્યું હતું કે, ટુંક જ સમયમાં તેઓને એક ખુશખબરી સાંભળવા મળશે અને આ જ વાયદો નિભાવવા માટે હું શાહજહાંપુર આવ્યો છું.
આ વર્ષે ખેડૂતોને શેરડીનો પાક લીધો છે, જેના ખર્ચનો અંદાજે પોણા બે ગણું વધુ રૂપિયા મળશે. હમણાં શેરડીના પાકનો તેનો ખર્ચ પ્રતિ ક્વિન્ટલ ૧૫૫ રૂપિયા થાય છે. પરંતુ આ વખતે જે મુલ્ય નક્કી કરવામાં આવ્યું છે તે પોણા બે ગણું છે. જેથી આ વર્ષે ખેડૂતોને ૨૬૧ રૂપિયા વધુ ભાવ મળશે.
આજે જે લોકો ખેડૂતો માટે ઘડિયાળી આંસુ વહાવી રહ્યા છે તે લોકો પાસે કામ કરવાનો મૌકો હતો, પરંતુ તેઓ પાસે ખેડૂતો માટે કામ કરવાનો સમય ન નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી આ પહેલા પણ બે દિવસીય યુપીની મુલાકાતે પહોચ્યા હતા, આ ઉપરાંત ૨૯ જુલાઈના રોજ તેઓ લખનઉમાં હાજરી આપશે.
બીજી બાજુ, ભાજપ દ્વારા પ્રધાનમંત્રીની આ રેલી માટે આખરી ઓપ આપવામાં આવ્યો છે, ત્યારે માનવામાં આવી રહ્યું છે કે, લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ મોદી સરકારે પાસ કર્યા બાદ વિપક્ષી પાર્ટીઓ પર હુમલો બોલી શકે છે.
ભાજપના પ્રવક્તા હીરો વાજપેયીએ જણાવ્યું, “રેલીને લઇ ખેડૂતોમાં અનેરો ઉત્સાહ છે. આજની રેલીમાં આવનારા લોકોની સંખ્યા જ તેનું પ્રમાણ હશે. સરકારના નિર્ણયોથી ખેડૂતો ખુબ ઉત્સાહિત છે. શાહજહાંપુર ખેડૂતોનું ક્ષેત્ર છે અને અહિયાના ખેડૂતો પ્રગતિશીલ ખેતી માટે જાણીતા છે”.