Political/ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે ગુજરાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદ્દે કરાશે ચર્ચા

ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે  આવી રહ્યા છે. તેઓ બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. અને જે.પી.નડ્ડાની  અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક મળશે.

Top Stories Gujarat Others
નલિયા 1 આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે ગુજરાત, સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદ્દે કરાશે ચર્ચા

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસ સહિત અન્ય પક્ષો પણ આ ચૂંટણીની તૈયારીઓમાં લાગી ચૂક્યા છે. ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા આજે ગુજરાતની બે  દિવસીય મુલાકાતે  આવી રહ્યા છે. તેઓ બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પર આવશે. અને જે.પી.નડ્ડાની  અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક મળશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ રહેશે હાજર રહેશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી સહિતના મુદ્દે ચર્ચા કરાશે. આ ચર્ચામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી બેઠકમાં ઉપસ્થિત રહેશે. સાથે  તેઓ સંઘની સમન્વય બેઠકમાં પણ ભાગ લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકને લઇને RSS સુપ્રીમો મોહન ભાગવત પણ અમદાવાદમાં છે.

હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી નથી. પરંતુ તમામ રાજકીય પાર્ટી દ્વારા બેઠક અને ચર્ચા વિચારણનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…