રાજસ્થાન
રાજસ્થાનના ઉદયપુરમાંથી માનવતાને પણ શરમાવી દે તેવા ફોટો સામે આવ્યા છે. ઉદયપુરના સુખેરના એક ગામમાં, પ્રેમી યુગલ એવી સજા મળી છે કે,જેનાથી તમારા રુંવાટા ઉભા થઇ જશે. પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા બે લોકોમાં, મહિલાના ભૂતપૂર્વ પતિ પણ સામેલ છે.
આપને જણાવી દઈએ કે આ ઘટના ઉદયપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સરે ગામના છે. સ્ત્રી અને તેના બોયફ્રેન્ડ ગામ નિર્વસ્ત્ર ફરવી રહ્યા છે અને આવું કરનાર બીજું કોઈ નહિ પરંતુ મહિલાનો ભૂતપૂર્વ પતિ છે. નોંધપાત્ર છે કે આ મહિલા પહેલથી જ બે નિષ્ફળ લગ્ન કરી ચુકી છે.
એવું જાણવા મળી રહ્યું છે કે જ્યારે ભૂતપૂર્વ પતિને જાણવા મળ્યું જે મહિલા તેના પ્રેમી સાથે છે તો તે તેના સાથે કેટલાક ગુંડા લઈને મહિલા પાસે પહોંચો હતો.છે. સ્ત્રી અને તેના બોયફ્રેન્ડને માર મારવામાં આવ્યા ત્યારબાદ કપડા ઉતારીને અને દોરડા સાથે બાંધીને ગામડાઓમાં જવાનું શરૂ કર્યું હતું. આ સમય દરમિયાન કેટલાક લોકોએ તેમની વિડિયો બનવ્યો હતો.
નિર્વસ્ત્ર આ યુગલને ગામડામાં ફરાવવામા આવી રહ્યા હતા અને ત્યાના લોકો ઉભા-ઉભા આ તમાશો જોઈ રહ્યા હતા. તેમની મદદ કરવાના બદલે તેમનો વિડીયો બનાવી રહ્યા હતા. સમગ્ર ગામમાં કોઇએ ભોગ બનેલા લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો નથી. પોલીસે મુખ્ય આરોપી સહિત બે લોકોની ધરપકડ કરી છે. જે લોકો મોબાઇલ ફોન પર વિડિયો બનાવે છે અને જેઓ તમાશો જોઈ રહ્યા હતા તેમના પર પોલીસની કાર્યવાહી ચાલી રહી છે.