રજનીકાંતની ફિલ્મ કાલા ગુરુવારે સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઈ છે. ફિલ્મનો પહેલો શો સવારે ૪ વાગ્યે રાખવામાં આવ્યો હતો. શો શરુ થયા પહેલા ચાહકોએ રજનીકાંતના પોસ્ટરને દૂધથી નવરાવ્યું હતું. આવું પહેલી વાર નથી થયું, થલાઈવાના ચાહકોએ આ પહેલા પણ ફિલ્મનું રિલીઝ પહેલા દૂધથી નવરાવીને સ્વાગત કર્યું છે.
કાલા રિલીઝ થવા પર ફેન્સ સિનેમાઘરની બહાર આતિશબાજી કરી જશ્ન માનવી રહ્યા છે. દેશભરમાં થલાઈવાની ફિલ્મ માટે ક્રેઝ જોવા મળી રહ્યો છે.
સવારે 4 વાગ્યાના શોમાં ફેન્સની લાંબી લાઈનો જોવા મળી હતી.
કબાલી ફિલ્મની રિલીઝ બાદ ફરી એક વાર દેશ-વિદેશમાં રજનીકાંતના ફેન્સની દીવાનગી જોવા મળી છે.
ઘણાં રજની ફેન્સ સિનેમાઘરની બહાર અને અંદર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કાલનો શો શરુ થતા પહેલા રજનીકાંતના પોસ્ટરની આરતી ઉતારવામાં આવી હતી.
ફેન્સે સિનેમાઘરની બહાર રસ્તાઓ પર દિવાળી હોઈ એવી સજાવટ કરી હતી.
કાલા પોસ્ટર સાથે સેલ્ફી લેતા ફેન્સ.
શો શરુ થયા બાદ સિનેમાઘરની બહાર સન્નાટો છવાઈ ગયો હતો.
ઘણાં ફેન્સે એડવાન્સ બુકિંગ કરાવીને ટીકીટોની તસ્વીરો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરી હતી. ફિલ્મ ખુબ કમાણી કરશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.