નવી દિલ્હી,
દેશભરમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિર અને બાબરી મસ્જિદની ૨.૭૭ એકરની વિવાદિત જમીનને લઇ દેશની સર્વોચ્ચ અદાલતમાં હાથ ધરાયેલી સુનાવણી ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારતા આ સુનાવણી જાન્યુઆરી મહિના સુધી ટાળી દીધી છે, ત્યારે હવે આ મુદ્દે રાજનૈતિક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે.
AIMIMના પ્રમુખ અસરુદ્દીન ઓવૈસીએ મોદી સરકારને પડકારતા ફેંકતા રામ મંદિરના મુદ્દે અધ્યાદેશ લાવવાની ચેલેન્જ કરી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ઓવૈસીએ કહ્યું હતું કે, “જો ૫૬ ઈચની છાતી છે તો મોદી સરકાર આ મુદ્દે અધ્યાદેશ લાવીને બતાવે”.
તેઓએ વધુમાં જણાવ્યું, “કોર્ટ પહેલેથી જ કહી રહ્યું છે કે, આ ટાઈટલ શૂટ છે. હવે તો ચીફ જસ્ટિસની બેંચ દ્બારા પણ કહેવામાં આવ્યું છે કે, જાન્યુઆરીમાં આગળની સુનાવણી થશે, ત્યારે કોઈ પણ પ્રકારનો સવાલ રહેતો નથી”.
પીએમ મોદી પર હુમલો બોલતા તેઓએ કહ્યું હતું કે, “વડાપ્રધાન મોદી અને ગિરિરાજ સિંહને એટોર્ની જનરલ બનાવી દો અને તેઓ જ CJI સામે કહેશે કે, હિંદુઓની ધીરજ તૂટી રહી છે”.
ઓવૈસીએ ઉમેર્યું હતું કે, “અધ્યાદેશના નામ પર ક્યાં સુધી ભાજપ ડરાવતું રહેશે, તમારા ૫૬ ઈંચની છાતી હોય તો તમે રામ મંદિરના મુદ્દે અધ્યાદેશ લઈને આવો”.
જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ટાળવામાં આવી સુનાવણી
સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યાની વિવાદિત જમીન પર દાવો કોણો ? (ટાઈટલ શૂટ) તે અંગેના કેસને લઈ હાથ ધરાયેલી સુનાવણી બાદ આ હિયરીગ જાન્યુઆરી, ૨૦૧૯ સુધી ટાળી દેવામાં આવી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળની ત્રણ જજોની બેન્ચ દ્વારા રામ મંદિરની વિવાદિત ભૂમિ અંગે આ આદેશ આપવામાં આવ્યો છે. ત્રણ જજોની આ બેન્ચમાં CJI રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન અને જસ્ટિસ એમ જોસેફ શામેલ છે.