સાધ્વીઓ સાથે રેપના આરોપમાં રોહતકની સુનારીયા જેલમાં 20 વર્ષની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમ નો 15 ઓગસ્ટે જન્મ દિવસ હતો. જન્મ દિવસને ધ્યાનમાં રાખતા સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. જેથી રામ રહીમ ના અનુયાયીઓ અને ભક્તો જેલથી દૂર રહે. પરંતુ ભક્તો જેલના એડ્રેસ પર જન્મ દિવસ શુભકામનાઓ મોકલી રહ્યા છે.
રામ રહીમ ના જન્મ દિવસ પર 8-10 ભક્તોએ શુભકામનાઓ નથી મોકલી, પરંતુ હજારોની સંખ્યામાં કાર્ડ સુનારીયા જેલના સરનામે આવ્યા હતા. જન્મ દિવસને 5 દિવસ વીતી ચુક્યા છે. પરંતુ કાર્ડ પહોંચવાનો સિલસિલો હજુ ચાલુ જ છે. દેશના અલગ-અલગ ભાગમાંથી રામ રહીમ ના નામ પર કાર્ડ પહોંચી રહ્યા છે. રોહતકની સ્થાનિક પોસ્ટ ઓફિસમાં છેલ્લા એક અઠવાડિયાથી કાર્ડના ઢગલા લાગેલા છે.
સુનારીયા ગામના પોસ્ટ માસ્ટર જગદીશ બાધવારનું કહેવાનું છે કે ગયા એક અઠવાડિયાથી એમનું કામ બેગણુ થઇ ગયું છે. એમણે કહ્યું કે ચાર દાયકાની મારી કરિયરમાં મેં ક્યારે પણ કોઈ શખ્સ નામે આટલા પત્રો જોયા નથી. આવા બેકગ્રાઉન્ડ વાળા શખ્સ માટે આટલી શુભકામનાઓ હેરાન કરે છે.
એમણે આગળ જણાવ્યું કે સામાન્ય રીતે તેઓ 9 વાગ્યે કચેરી પર પહોંચે છે. અને બપોરે 1 વાગ્યા સુધીમાં લગભગ બધા કામ ખતમ કરી લે છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી સ્ટાફ સવારે 8 વાગ્યે આવે છે, તો પણ સાંજે 6 વાગ્યા સુધી કામ ખતમ નથી થતું. આનું કારણ છે મોટી સંખ્યામાં ગ્રીટિંગ કાર્ડનું આવવું. રામ રહીમના નામે સ્પીડ પોસ્ટ અને જનરલ પોસ્ટ દ્વારા સુંદર અને રંગીન કાર્ડ આવી રહ્યા છે, જેની કિંમત 50 થી લઈને 100 રૂપિયા સુધીની છે.
પોસ્ટ માસ્ટર રાજેશ કુમારનું કામ છે રોહતકની હેડ ઓફિસથી સુનારીયા સબ-ઓફિસ સુધી પોસ્ટ લઈને પહોંચવું. આ કામ માટે સામાન્ય રીતે તેઓ બાઇકનો ઉપયોગ કરે છે. પરંતુ હાલ એમને ઓટોરિક્ષાનો ઉપયોગ કરવો પડે છે.