નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી સોશિયલ સાઈટ્સ વોટ્સએપ પર ફેક મેસેજ રોકવા માટે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. ભારત સરકાર દ્વારા પણ આ મામલે વોટ્સએપ સાથે ચર્ચા કરીને અફવાઓ અને ફેક ન્યુઝ પર લગામ લગાવવા માટે કેટલાક નવા ફિચર્સ લાવવા માટે જણાવ્યું છે, ત્યારે આ મામલે વોટ્સએપ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.
વોટ્સએપ દ્વારા કહેવામાં આવ્યું છે કે, “કંપની માટે વોટ્સએપ મેસેજને ટ્રેસ કરવું એ મુશ્કેલ છે”.
આ પહેલા ભારત સરકાર દ્વારા વોટ્સએપ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે, તેઓ મેસેજનો સ્ત્રોત શોધવા માટે અને ટ્રેસ કરવા માટે કોઈ નવું ટુલ લઈને આવે. પરંતુ વોટ્સએપનું કહેવું છે કે, મેસેજના સ્ત્રોતને શોધવું એન્ડ તું એન્ડ એન્ક્રિપ્શનને કમજોર કરવા જેવું હશે અને જેનાથી યુઝર્સની પ્રાઈવસીને પ્રભાવિત કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં વોટ્સએપ અને સોશિયલ મીડિયા દ્વારા અનેક અફવાઓ ફેલાઈ હતી જેમાં ભારતના અનેક રાજ્યોમાં મોબ લીન્ચિંગ થઇ હતી. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા વોટ્સએપને બે વાર કાયદાનું પાલન કરતા અફવાઓવાળા મેસેજ રોકવા માટે કહ્યું હતું.
કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ દ્વારા વોટ્સએપને કહેવામાં આવ્યું હતું કે, “હજારો મેસેજ ક્યાંથી મોકલવામાં આવી રહ્યા છે તે જાણવું ખુબ મુશ્કેલ છે. તમારી પાસે તેનું કોઈ સમાધાન શોધવા માટેનું કોઈ પરિણામ છે”.
જો કે વોટ્સએપ દ્વારા ભારત સરકારને કહેવામાં આવ્યું હતું કે, “કંપની મેસેજ ટ્રેસ કરવા માટે કોઈ સોફ્ટવેર બનાવી શકતું નથી. આ પ્રકારનું સોફ્ટવેર બનાવવું એ યુઝર્સની પ્રાઈવસી સાથે ખોટો ઉપયોગ પણ છે”.