Not Set/ રેવાડી ગેંગરેપ કેસ : પીડિતાની માતાએ ઠુકરાવી સરકારી મદદ, કહ્યું, “અમને પૈસા નહિ, ન્યાય ઈચ્છીએ છીએ”

રેવાડી, હરિયાણાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત રીતે કરાયેલા ગેંગરેપની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસ દ્વારા એક  આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પીડિતાની માતાએ પોતાની દીકરી માટે સખ્ત શબ્દોમાં ન્યાય મળે એવી માંગણી કરી છે. આ દરમિયાન પરિવારની મદદ આપવામાં આવેલા ૨ લાખ રૂપિયાના ચેકને ફગાવતા કહ્યું, “તેઓને મદદ માટે પૈસા નહિ પણ ન્યાય જોઈએ છે”. અત્રે […]

Top Stories India
DnMKParVsAArEwz રેવાડી ગેંગરેપ કેસ : પીડિતાની માતાએ ઠુકરાવી સરકારી મદદ, કહ્યું, "અમને પૈસા નહિ, ન્યાય ઈચ્છીએ છીએ"

રેવાડી,

હરિયાણાના રેવાડી ખાતે ૧૯ વર્ષની વિદ્યાર્થિની સાથે કથિત રીતે કરાયેલા ગેંગરેપની ઘટનાના ત્રણ દિવસ બાદ પોલીસ દ્વારા એક  આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે પીડિતાની માતાએ પોતાની દીકરી માટે સખ્ત શબ્દોમાં ન્યાય મળે એવી માંગણી કરી છે. આ દરમિયાન પરિવારની મદદ આપવામાં આવેલા ૨ લાખ રૂપિયાના ચેકને ફગાવતા કહ્યું, “તેઓને મદદ માટે પૈસા નહિ પણ ન્યાય જોઈએ છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ કથિત ગેંગરેપની ઘટના બાદ CJM વિવેક યાદવ દ્વારા શનિવારે પીડિત બાળકીના પરિવારજનોને ૨ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો, તેને માતાએ લેવા માટે સ્પષ્ટ ઇનકાર કર્યો છે.

પીડિતાની માતાએ કહ્યું હતું કે, “કેટલાક અધિકારીઓ મને વળતર માટે ચેક આપવા આવ્યા હતા. હું આજે આ ચેકને પાછો આપી રહી છું, કારણ કે અમને ન્યાય જોઈએ છે. આજે પાંચ દિવસો વીતી ગયા બાદ પણ એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી”.

તેઓએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે, “સરકાર મારી દીકરીની આબરૂની કિંમત લગાવી રહી છે. મારી દીકરીને એક સુમસામ અજ્ઞાત જગ્યાએ લાવીને ફેંકી દીધી હતી”.

પોલીસે જાહેર કર્યા ૩ આરોપીઓના સ્કેચ

પોલીસ દ્વારા આ ત્રણ આરોપીઓના સ્કેચ જાહેર કર્યા બાદ હવે ગણતરીના કલાકોમાં તેઓની ધરપકડ કરવામાં આવશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.

SIT દ્વારા જાહેર કરાયું હતું ૧ લાખ રૂપિયાનું ઇનામ

આ પહેલા તંત્ર દ્વારા SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમ)નું ગઠન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આરોપીનું નામ આપનાર વ્યક્તિને ૧ લાખ રૂપિયાનું ઇનામ આપવાનું એલાન કરવામાં આવ્યું હતું.

SIT દ્વારા ૧૯ વર્ષીય વિદ્યાર્થીની સાથે રેપની પૃષ્ટિ કરાયા બાદ પોલીસ દ્વારા જણાવાવમાં આવ્યું, “મુખ્ય આરોપી સેનાનો જવાન છે, જેની પોસ્ટિંગ રાજસ્થાનમાં છે. તેનું નામ પંકજ ફૌજી બતાવવામાં આવી રહ્યું છે અને તે હાલ રજા પર હતો.

શનિવાર સાંજ સુધીમાં આરોપીઓની ધરપકડ

આ મામલે હરિયાણાના DGP બી એસ સંધુએ જણાવ્યું હતું કે, “પોલીસ દ્વારા તમામ કોશિશ કરવામાં આવી રહી છે અને શનિવાર સાંજ સુધીમાં આરોપીઓની ધરપકડ થઇ શકે છે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “કેસ રજીસ્ટર કરવામાં આવ્યો છે અને ૩ આરોપીઓની ઓળખ કરવામાં આવી ચુકી છે. આ ૩ આરોપીઓમાંથી એક આર્મીમાં કાર્યરત છે”.

૩ દિવસ વીતી ગયા બાદ પણ આરોપીઓ છે ફરાર

અત્રે ઉલ્લેખનીય છે કે, આ ચકચારી ગેંગરેપની ઘટનાને ૩ દિવસ જેટલો સમય વીતી ગયા બાદ પણ આરોપીઓની કોઈ ધરપકડ ન થવાના કારણે સ્થાનિક પોલીસ તંત્ર સામે તેમજ રાજ્ય સરકાર સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

શું હતો આ મામલો ?

Gangrape 1 રેવાડી ગેંગરેપ કેસ : પીડિતાની માતાએ ઠુકરાવી સરકારી મદદ, કહ્યું, "અમને પૈસા નહિ, ન્યાય ઈચ્છીએ છીએ"

બુધવારે જયારે પીડિત યુવતી કોચિંગ પરથી પોતાના ઘરેથી જઈ રહી ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું.  થોડાક અંતરથી આરોપીઓ કાર લઈને આવ્યા અને તેને લિફ્ટ આપવાની વાત કહી હતી.

ત્યારબાદ આરોપીઓ યુવતીને લિફ્ટ આપીને એક અજ્ઞાત જગ્યાએ લઈ ગયા જતા અને તેને કેફી પદાર્થ પીવડાવીને ગેંગરેપ કર્યો હતો.

પીડિતાની માતાએ ઉઠાવ્યા સવાલ

પીડિતાની માંએ જણાવ્યું, “CBSE બોર્ડ એક્ઝામમાં ટોપ કર્યા બાદ મારી દીકરીને પ્રધાનમંત્રી મોદી જી દ્વારા સન્માનિત કરવામાં આવી છે”.

તેઓએ વધુમાં કહ્યું, “મોદી જી કહે છે બેટી બચાઓબેટી પઢાઓપરંતુ કેવી રીતે?. હું મારી દીકરી માટે ન્યાય ઈચ્છી રહી છું”.

પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા અંગે તેઓએ જણાવ્યું, “પોલીસ દ્વારા આ મામલે કોઈ પણ એક્શન લેવામાં આવી રહી નથી”.