Not Set/ SC/STના કર્મચારીઓને મળશે મોટી રાહત, અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રમોશન આપવા SCએ આપ્યો આદેશ

નવી દિલ્હી, દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા SC/STના કર્મચારીઓને પ્રમોશન આપવા અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં એસસી/એસટીના કર્મચારીઓને પ્રમોશન આપવા કેન્દ્ર સરકારને લીલી ઝંડી આપી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના નિર્ણય અંગે કેન્દ્ર સરકારને જણાવ્યું, ” જ્યાં સુધી બંધારણીય પીઠ દ્વારા આ મામલે અંતિમ ચુકાદો આપવામાં આવે નહીં […]

Top Stories India Trending
dalit 01 040218081908 SC/STના કર્મચારીઓને મળશે મોટી રાહત, અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી પ્રમોશન આપવા SCએ આપ્યો આદેશ

નવી દિલ્હી,

દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા SC/STના કર્મચારીઓને પ્રમોશન આપવા અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા મંગળવારે હાથ ધરાયેલી સુનાવણીમાં એસસી/એસટીના કર્મચારીઓને પ્રમોશન આપવા કેન્દ્ર સરકારને લીલી ઝંડી આપી છે.

સુપ્રીમ કોર્ટ દ્વારા પોતાના નિર્ણય અંગે કેન્દ્ર સરકારને જણાવ્યું, ” જ્યાં સુધી બંધારણીય પીઠ દ્વારા આ મામલે અંતિમ ચુકાદો આપવામાં આવે નહીં ત્યાં સુધી સરકારે પ્રમોશનમાં આરક્ષણ કરી શકે છે.

બીજી બાજુ SC/ST એક્ટ અંગે પહેલેથી જ ઘેરાઈ ચુકેલી મોદી સરકારને આ નિર્ણય બાદ થોડી ઘણી રાહત મળવા જઈ રહી છે.

કર્મચારીઓને પ્રમોશન આપવું એ સરકારની જવાબદારી

સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારનો પક્ષ રાખતા એડિશનલ સોલિસિટર જનરલ મનિન્દર સિંહે જણાવ્યું, “કર્મચારીઓને પ્રમોશન આપવું એ સરકારની જવાબદારી છે. અલગ અલગ હાઈકોર્ટના નિર્ણયને જોતા આ પ્રમોશન રોકી દેવામાં આવ્યું હતું.

આ નિર્ણય પર કોર્ટ દ્વારા જણાવ્યું, સરકાર અંતિમ નિર્ણય આવતા પહેલા કાયદાના મુજબ, SC/ST કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ આપી શકે છે.

૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ પ્રમોશન લગાવાઈ હતી રોક

આ પહેલા વિભિન્ન હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ દ્વારા ગત ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૬ના રોજ નોકરીઓમાં તમામ પ્રકારના પ્રમોશન પર રોક લગાવવામાં આવી હતી, ત્યારથી જ પોતાના પ્રમોશનને લઇ પરેશાન કર્મચારીઓ ભટકી રહ્યા હતા

મહત્વનું છે કે, SC/ST એક્ટમાં ફેરફારને લઇ પહેલીથી જ કેન્દ્ર સરકાર દબાણમાં હતી કારણ કે, ત્યારબાદ દેશભરમાં દલિત સમુદાય દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.