બાઈક સવાર ત્રણ લૂટેરાંઓએ સ્કુટી સવાર એક વ્યવસાયીની બેગમાં 20 લાખ રૂપિયા હોવાનું સમજીને લૂંટ ની એક સનસનીખેજ ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, એ બેગ માંથી ફક્ત પાંચ રૂપિયા જ નીકળ્યા હતા. બદમાશોએ જતા જતા વ્યવસાયીનું સ્કુટી પણ લૂંટી લીધું હતું. આ ગેંગને શાહદરા ડીસ્ટ્રીકટના સ્પેશિયલ સ્ટાફે પકડી લીધા હતા. લૂંટવામાં આવેલું સ્કુટી પણ રિકવર કરી લેવામાં આવ્યું છે.
ડીસીપી મેઘના યાદવે જણાવ્યું કે આ ઘટના 26 મે ના રોજ બની હતી. વ્યવસાયી ગાંધીનગરથી સ્કુટી લઈને નીકળ્યા હતા, જેમાં એક બેગ પણ રાખ્યું હતું. બેગમાં ઉધારની ડિટેલવાળી સ્લીપ રાખવામાં આવી હતી. બાઈક સવાર ત્રણ બદમાશો સૈની એન્કલેવ પાસે એમને રોક્યા હતા. અને બેગ અને સ્કુટીની લૂંટ કરી હતી. વિરોધ કરતા પિસ્તોલ બતાવીને ગોળી મારવાની ધમકી આપી હતી. વ્યવસાયી ડરીને પાછળ હતી ગયા હતા. બદમાશો એમનું સ્કુટી લઈને ફરાર થઇ ગયા હતા.
આ કેસમાં સ્પેશિયલ સ્ટાફના ઇન્સ્પેક્ટર હીરાલાલ, એસઆઈ પવન મલિક તથા અન્ય ટીમે ઇફ્તેખાર (35) અને સુહેબ (23) ની ધરપકડ કરી છે. ઇફ્તેખાર માસ્ટર માઈન્ડ છે. એણે લૂંટફાટની સાજીશ કરી હતી. એની પોતાની ફેક્ટરી છે. જ્યાં આ વ્યવસાયી સામાન લેવા જતો હતો. ઇફ્તેખારને લાગતું હતું કે બેગ માં મોટી રકમ હશે. એને સુહેબ સાથે મળીને લૂંટફાટનું પ્લાનિંગ કર્યું હતું. સુહેબનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ છે.
આરોપીઓએ જણાવ્યું કે એમને અંદાજ હતો કે વ્યવસાયીની બેગમાં 20 લાખ રૂપિયા હશે. જેને ત્રણ ચાર લોકો વહેંચવાના હતા. પરંતુ લૂંટ બાદ બેગ ખોલતા એમાંથી સ્લીપ અને પાંચનો સિક્કો મળ્યો હતો.