મુંબઈ,
લોકસભાની ચુંટણીને હવે એક વર્ષ પણ બાકી નથી. ચુંટણી પહેલા ભાજપ અને કોંગ્રેસ રહિત ત્રીજો મોર્ચો બનાવવાની કોશિશોને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટીએ મોટો ઝટકો આપ્યો છે. એનસીપી અધ્યક્ષ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી શરદ પવારે કહ્યું કે ત્રીજો મોર્ચો વ્યવહારિક નથી. એટેલે એ ચાલશે નહિ. પવારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જયારે પૂર્વ પ્રધાનમંત્રી અને જેડીએસ નેતા એચડી દેવગૌડાએ બને એટલું જલ્દી ત્રીજો મોર્ચો બનાવવાની માંગ કરી છે.
શરદ પવારે કહ્યું કે ત્રીજા મોર્ચા રૂપે વિવિધ દળોનું મહાગઠબંધન અવ્યવહારિક છે. જોકે, એમેણે કહ્યું કે એમના કેટલાક સાથીઓ ઈચ્છે છે કે મહાગઠબંધન બને. પવારે સંકેત આપ્યા હતા કે 1977માં જેવી રીતે મોરારજી દેસાઈ વિજયી દળોનો ચહેરો બન્યા હતા, આ વખતે પણ એવું થઇ શકે છે.
એમણે કહ્યું કે સૌથી પહેલા મને પોતાને મહાગઠબંધન માટે ભરોસો નથી. વ્યક્તિગત રીતે એવું મહેસુસ કરું છુ કે સ્થિતિ વર્ષ 1977 જેવી છે. ઇન્દિરા ગાંધી એક મજબુત ઈરાદાઓ વાળી મહિલા હતી. ઈમરજન્સી બાદ તેઓ પ્રધાનમંત્રી હતા. એ સમયે કોઈ રાજનીતિક દળ નહતા. તેમ છતાં કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જનતાએ એમની વિરુદ્ધ મતદાન કર્યું હતું. અને કોંગ્રેસની હાર થઇ હતી.
પવારે કહ્યું કે જનતાએ ઇન્દિરાને પણ હરાવ્યા હતા. ચુંટણી બાદ જે લોકોએ ઇન્દિરાને હરાવ્યા હતા, એ લોકો સાથે આવી ગયા અને જનતા પાર્ટી બની હતી. ત્યારબાદ એમણે એક નેતા રૂપે મોરારજી દેસાઈને ચૂંટ્યા હતા. પરંતુ ચુંટણી દરમિયાન મોરારજી દેસાઈને પ્રધાનમંત્રી રૂપે પ્રોજેક્ટ કરવામાં આવ્યા નહતા. એટલે શરદ પાવર કે કોઈ બીજાને પીએમ પદ માટે પ્રોજેક્ટ કરવાનો કોઈ સવાલ જ નથી.
જણાવી દઈએ કે દેવગૌડાએ ગુરુવારે કહ્યું હતું કે બને એટલું જલ્દી ત્રીજો મોર્ચો બનવો જોઈએ, કારણ કે પીએમ મોદી અને અમિત શાહે એપ્રિલના બદલે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ વિધાનસભાની ચુંટણી સાથે ડીસેમ્બરમાં ચુંટણી કરાવવાના સંકેત આપ્યા છે.