નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી રાફેલ ડીલ વિવાદના મુદ્દે દેશના રાજકારણમાં જાણે રાજકીય ભૂકંપ આવ્યો હોય તે જોવા મળી રહ્યું છે. રાફેલ ફાઈટર પ્લેનની ડીલ અંગે એકબાજુ જ્યાં વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા વર્તમાન મોદી સરકાર પર સતત આરોપોનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે આ વચ્ચે ભાજપના સાંસદ દ્વારા પોતાની જ પાર્ટી પર નિશાન સાધવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટીથી નિરાશ જોવા મળી રહેલા શત્રુઘ્ન સિન્હાએ વિવાદિત રાફેલ ડીલની કથિત નાણાકીય અનિયમિતઓની તપાસ માટે જોઈન્ટ પાર્લામેન્ટ્રી કમિટી (JPC) નું ગઠન કરવા માટે સરકારને નિર્દેશ કર્યો હતો.
શુક્રવારે તેઓએ કહ્યું હતું કે, “આજનું સંસદનું દ્રશ્ય લોકો માટે ખુબ જટિલ હતું. દિન પ્રતિદિન આ પરિસ્થિતિ ખરાબ થઇ રહી છે. જયારે હવે અમારી પાસે છુપાવવા મત્તે કશું નથી ત્યારે અમે દોષી નથી..પરંતુ સત્યને દબાવીને અમે ચર્ચા અને આરોપ પ્રત્યારોપ સુધી લઇ જઈને મામલો જટિલ બનાવીએ છીએ”.
અત્રે ઉલ્લેખનીય છે કે, વિપક્ષી પાર્ટી કોંગ્રેસ દ્વારા રાફેલ ડીલને લઈ સતત માંગ કરવામાં આવી રહી છે કે, આ ડીલની તપાસ JPC પાસે કરાવવામાં આવે”.
વડાપ્રધાનને દેશ સાથે માફી માંગવી જોઈએ : સિન્હા
આ પહેલા પણ ભારતીય જનતા પાર્ટીના બાગી સાંસદ શત્રુઘ્ન સિંન્હાએ પ્રધાનમંત્રી પર હુમલો બોલતા કહ્યું છે કે, “પીએમ મોદીને પોતે વિપક્ષના સવાલોનો જવાબ આપવો જોઈએ. સાથે સાથે સિન્હાએ વડાપ્રધાનને દેશ સાથે માફી માંગવા માટેની પણ સલાહ આપી છે.
ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે
તેઓએ વધુમાં કહ્યું હતું કે, “પીએમ મોદી બધાની સામે આવીને ખુલાસો કરે. મારી અપીલ છે કે, જો કોઈ જગ્યાએ ભૂલ થઇ છે તો પીએમ માંફી માંગે. સોરી બોલવામાં અમે નાના નહિ થઇ જઈએ. પરંતુ જો અમે સોરી બોલી દઈશું તો, અમે મોટા થઇ જઈશું”.