નવી દિલ્હી,
હીરાના ઉદ્યોગપતિ નીરવ મોદી અને દારુનો વ્યવસાય કરતા વિજય માલ્યા જેવા ભાગેડુઓને ભારત સરકાર ભલે પકડવામાં નિષ્ફળ રહી હોય પરંતુ હવે કરોડોના કૌભાંડ કરનાર આ ઉદ્યોગપતિઓ ભારતની ટોપ બિઝનેસ સ્કુલોનો કોર્સનો ભાગ બનશે. હવે ટોપ બિઝનેસ કોલેજામાં ભણાવવામાં આવશે કે નીરવ મોદી અને વિજય માલ્યા જેવા કૌભાંડના મામલાથી કઈ રીતે લડી શકાય અને તેમાંથી બહાર આવી શકાય.
ભારતના ટોપ બિઝનેસ કોલેજાએ પોતાના કોર્સમાં ફેરફાર કર્યો છે, જેમાં ભણાવવામાં આવશે કે આ કૌભાંડોથી શું શિખી શકાય છે અને આનાથી બચવા માટે શું કરી શકાય છે. આપને જણાવી દઈએ કે, ટોપ કોલેજામાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (આઈઆઈએમ), એક્સએલઆરઆઈ જમશેદપુર અને એસપીજેઆઈએમઆર મુંબઈનુ નામ સામેલ છે.
કોલેજ નવા કોર્સમાં વિદ્યાર્થીઓને નૈતિક્તા, કોર્પોરેટ ગવર્નન્સ, કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સીબીલીટી સંકળાયેલ મામલા સમજાવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે.
મહત્વનુ છે કે બે વર્ષ પહેલા ૨૦૧૬માં પણ સમાચાર સામે આવ્યા હતા કે આઈઆઈએમ-અમદાવાદના ફાઈનાન્સ અને એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીને વિજય માલ્યાનો કેસ સ્ટડી કરવા માટે આપવામાં આવી શકાય છે. માનવામાં આવી રહ્યુ હતું કે દેશના પ્રતિષ્ઠિત બિઝનેસ સ્કુલના પ્રોફેસર હાલ વિજય માલ્યાના બિઝનેસ સામ્રાજ્ય બનાવવા અને તેને દેવામાં ડુબાડવાના વિવાદ પર પ્રોજેક્ટ બનાવી ર