મુંબઇ,
પંજાબ નેશનલ બેંકનું 13,000 કરોડ રૂપિયાનું સ્કેમ કરીને વિદેશ ફરાર થયેલાં હીરા વેપારી નીરવ મોદીના મહારાષ્ટ્રના અલીબાગ સ્થિત બંગલાને ધ્વસ્ત કરી દેવામાં આવશે.બોમ્બે હાઇકોર્ટના આદેશ પછી મહારાષ્ટ્રના રાયગઢ કલેક્ટરેટ તરફથી નીરવ મોદીના આ બંગલાને જમીન દોસ્ત કરવાની કાર્યવાહી શરૂ કરશે. નીરવના જે બંગલાને પાડી દેવાનો છે તે 20 હજાર સ્કેરફૂટમાં ફેલાયેલો છે.
આ બંગલો રાયગઢ જિલ્લામાં અલીબાગની વચ્ચે ગેરકાયદેસર રૂપથી બનાવવામાં આવ્યો છે. આ આલીશાન બંગ્લામાં નીરવે ઘણી મોટી અને ભવ્ય પાર્ટીઓ કરી હતી.
જો કે આ બંગલાને ઇડીએ જપ્ત કર્યો હોવાથી તેઓએ બંગલાને તોડવાનો વિરોધ કર્યો હતો, પરંતું રાયગઢ જીલ્લાના કલેક્ટરે કોર્ટમાં આ બંગલો ગેરકાયદેસર બંધાયો હોવાના દસ્તાવેજી પુરાવા આપતા કોર્ટે તોડી નાંખવા આદેશ કર્યો હતો.
બંગલો એટલો મોટો છે કે તેને જમીન દોસ્ત કરવામાં ઓછામાં ઓછા ચાર દિવસનો સમય લાગી શકે છે. નીરવના બંગલાને પાડવાની કાર્યવાહી આગામી અઠવાડિયા સુધી ચાલશે. બંગલાને પાડી દેવા માટે જેસીબી મશીનો પણ પહોંચ્યા હતા.
બંગ્લાને ધ્વસ્ત કરવાની કાર્યવાહી પહેલા ગુરુવારે અહીં ઘરમાં રાખેલી તમામ કિંમતી વસ્તુઓને ઇડીએ બહાર કાઢી હતી અને તેને જિલ્લાધિકારી કાર્યાલયમાં જમા કરાવી દેવામાં આવી છે.