Not Set/ અમૃતસર ટ્રેન દુર્ઘટના : ચાર વર્ષ પહેલા પણ શુક્રવારે દશેરાના દિવસે દુર્ઘટનામાં ૩૩ લોકોના થયા હતા મોત

અમૃતસર દશેરાના દિવસે દુર્ઘટના એ કોઈ પ્રથમ ઘટના નથી. વર્ષ ૨૦૧૪માં પણ દશેરાના દિવસે એક દુર્ઘટના થઇ હતી જેમાં ૩૩ લોકોના મૃત્યુ થયા હતા. ચાર વર્ષે પૂર્વે બિહારની રાજધાની પટનામાં દશેરાના દિવસે ભાગદોડના લીધે એકસાથે ૩૩ લોકોના મોત થયા હતા. ચાર વર્ષ પહેલા જયારે આ દુર્ઘટના થઇ હતી ત્યારે પણ શુક્રવાર જ હતો અને વર્ષ […]

Top Stories India Trending
bihar અમૃતસર ટ્રેન દુર્ઘટના : ચાર વર્ષ પહેલા પણ શુક્રવારે દશેરાના દિવસે દુર્ઘટનામાં ૩૩ લોકોના થયા હતા મોત

અમૃતસર

દશેરાના દિવસે દુર્ઘટના એ કોઈ પ્રથમ ઘટના નથી. વર્ષ ૨૦૧૪માં પણ દશેરાના દિવસે એક દુર્ઘટના થઇ હતી જેમાં ૩૩ લોકોના મૃત્યુ થયા હતા. ચાર વર્ષે પૂર્વે બિહારની રાજધાની પટનામાં દશેરાના દિવસે ભાગદોડના લીધે એકસાથે ૩૩ લોકોના મોત થયા હતા.

ચાર વર્ષ પહેલા જયારે આ દુર્ઘટના થઇ હતી ત્યારે પણ શુક્રવાર જ હતો અને વર્ષ ૨૦૧૮માં પણ દશેરાના દિવસે શુક્રવાર જ હતો.દશેરાના દિવસનો શુક્રવાર બ્લેક શુક્રવાર બનીને આવ્યો છે જેમાં ઘણા નિર્દોષ લોકો મૃત્યુને ભેટ્યા છે.

પંજાબના અમૃતસરના દશેરામાં રાવણ દહન વખતે ટ્રેન દુર્ઘટનામાં ૬૧ લોકો મોતને ભેટ્યા હતા. ઝડપી ટ્રેનની ઝપેટમાં આવી જતા આ દુર્ઘટના થઇ હતી. મરનાર લોકોમાં મોટા ભાગના લોકો ઉત્તર પ્રદેશ અને બિહારના હોવાનું બહાર આવ્યું છે.

રાવણ દહનના કાર્યક્રમ દરમ્યાન ટ્રેન દુર્ઘટનામાં ૬૧થી પણ વધું લોકોના મૃત્યુ થયા હતા. ટ્રેનના ડ્રાઈવરે પૂર ઝડપથી આવતી ટ્રેનને રોકવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે તેમ કરવામાં અસમર્થ રહ્યા હતા. જો કે દુર્ઘટના થયા બાદ એક બીજા પર આ ઘટનાના આરોપ લગાવવાના શરુ થઇ ગયા છે.

દેશનાં પીએમ મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાં વ્યક્તિના પરિવારને 2 લાખનું વળતર આપવાનું જાહેર કર્યું છે. આ ઉપરાંત આ ટ્રેન દુર્ઘટનામાં ઘાયલ થયેલાં લોકો માટે 50,000 રૂપિયાનું વળતર જાહેર કર્યું છે. કેન્દ્ર સરકારે આટલી આર્થિક સહાય આપવાનું જાહેર કર્યું હતું.

જયારે પંજાબ રાજ્ય સરકારે પર આર્થિક સહાય જાહેર કરી છે. પંજાબના ચીફ મીનીસ્ટરે જાહેર કર્યું હતું કે અમારી સરકાર દરેક મૃતકનાં પરિવારને 5 લાખ રૂપિયા આપશે અને ઘાયલ થયેલાં તમામ લોકોને સરકારી અને પ્રાઈવેટ હોસ્પીટલમાં ફ્રી ટ્રીટમેન્ટઆપશે.