યોગગુરુ બાબા રામદેવના જીવન આધારિત બુક લખવામાં આવી છે. હાલમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના જીવન આધારિત આ બુકના પ્રકાશન અને વેંચાણ પર રોક લગાવવાના દિલ્લીના ઉચ્ચ ન્યાયાલયના નિર્ણય વિરુદ્ધ જતા રામદેવને નોટીસ ફટકારવામાં આવી છે. ઓનલાઈન આ બુકની કિંમત ૨૬૬ રૂપિયા છે.
આ બુક પ્રિયંકા પાઠક નારાયણે લખી છે.
રામદેવે દાવો કર્યો હતો કે આ પુસ્તકમાં ઘણી માનહાનીકારક સામગ્રી છે ત્યારબાદ ઉચ્ચ ન્યાયાલયે ૨૯ સપ્ટેમ્બરના રોજ રોક લગાવી હતી.આ મામલાની સુનવણી આવતા વર્ષે જાન્યુઆરી ૨૦૧૮ માં થશે.
આની પહેલા બાબા રામદેવએ કહ્યું હતું કે ગોડમેન ટુ ટાયકુન નામનું પુસ્તક વિરુદ્ધ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી દખલ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે આ પુસ્તક કથિત રીતે તેમના જીવન પર આધારિત છે અને તેમાં માનહાનીકારક સામગ્રી છે. આ સામગ્રીને લીધે તેમની પ્રતિષ્ઠા અને આર્થિક હિતોને નુકશાન પહોચી શકે છે.