આઝાદી પછી પહેલી વાર આવી ગામમાં વિજળી !
પોતાના ઘરોમાં વિજળી લાવવા અને સરકારી બસોમાં સવારી કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યના અમદેલી ગામના લોકોએ 70 વર્ષ સુધી રાહ જોવી પડિ. આ એ ગામ છે જ્યાં વિજળી દેશના આઝાદ થયા પછી પહેલી વાર પહોંચી. આ ગામની વાત કરીએ તો આ ગામ જંગલોથી ઘેરાયેલું છે, અહીંયાની આબાદી 200 છે. અા ગામમાં રહેતા દરેક લોકો તેલુગુ ભાષા બોલે છે. આ ગામ ગઢચિરૌલી જિલ્લામાં આવેલું છે અને મહારાષ્ટ્ર તેમજ તેલંગણાની સીમા પર છે.
કેટલાક દિવસ પહેલા અા ગામમાં ના તો વિજળી હતી કે ન તો પરિવહનની સેવા. જિલ્લા અભિભાવક મંત્રી અંબરીશરાવ અતરામે અહીંયા મૂળભુત કહી શકાય તેવી સુવિધાઓ લાવવા માચે યોજના પરિષદમાં 45 લાખ રૂપિયાની વ્યવસ્થા કરી હતી.
આ બાદ મહારાષ્ટ્ર રાજ્ય વિજળી વિતરણ કંપની લિમિટેડ અને લોકનિર્માણ વિભાગના અધિકારીઓએ વિજળી લાવવા માટે કામ શરૂ કર્યું હતું અને આખરે આ નાનકડા ગામ સુધી આ પાયાની સુવિધાઓ પહોંચી. ભાજપા વિધાયકે ગામમાં આ બે સુવિધાઓનું લોકાર્પણ ગુરુવારના રોજ કર્યું હતું..
મહત્વનું છે કે ભાજપા વિધાયક રાજ્ય પરિવહનમાં સવાર થઈ અમદેલી પહોંચ્યા હતાં અને વિજળી વિતરણના મીટરની પૂજા કરી હતી જે બાદ ગામમાં 70 વર્ષ પછી પહેલી વાર રોશની આવી.