જો તમારી પાસે કોઈ નવો વિચાર છે જેનાથી લોકોની સમસ્યાઓ ઉકેલી શકાય છે. તેમના જીવનમાં કોઈ બદલાવ આવી શકે છે, તો નીતિ આયોગ આપના માટે ખાસ તક લઈને આવી છે. નીતિ આયોગે બુધવારે “અટલ ન્યુ ઇન્ડીયા ચેલેન્જ” લોન્ચ કર્યું છે. જેમાં સ્ટાર્ટ અપ, સુક્ષ્મ લઘુ અને માધ્યમ ઉદ્યતમ(એમએસએમઈ) ભાગ લઇ શકશે અને જીતવા પર તેમણે એક કરોડ રૂપિયાનું ઇનામ પણ મળશે.
નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે કહ્યું હતું કે ભારતની જરૂરતોને ધ્યાનમાં રાખીને ઇનોવેશન કરતા ઉદ્યમી આ ચેલેન્જમાં ભાગ લઇ સકશે. આ કાર્યક્રમ કેન્દ્ર સરકારના સબંધિત મંત્રાલયો સાથે વ્યાપક વિચાર વિમર્શ કર્યા બાદ તૈયાર કરવામાં આવશે. ચેલેન્જ જીતનારને આયોગ અનુદાન સાથે-સાથે અન્ય બીજી મદદ પણ અપાવવામાં આવશે તેમ જણાવ્યું છે.
“અટલ ન્યુ ઇન્ડીયા ચેલેન્જ” અંતર્ગત જળવાયું પરિવર્તનનો હરીફાઈ કરવાવાળી કૃષિ પ્રણાલી, સડક અને રેલ પરિવહન માટે ફોગ વિઝન સીસ્ટમ અને કચરા સાફ કરવા વડા ઉપકરણ જેવા 17 ચિન્હિત ક્ષેત્રોમાં ઇનોવેશન કરવા અર્થે આવેદન કરવામાં આવશે. ભારતીય કંપનીઓ ખાસ કરીને એમએસએમઈ, શૈક્ષણિક સંસ્થાન અને સ્ટાર્ટ-અપ આ ચેલેન્જમાં ભાગ લેવા માટે 10 જુન સુધી આવેદન કરી શકશે. ચાલુ વિત્ત વર્ષમાં નીતિ આયોગ એવી રીતે 50 ગ્રાન્ટ આપશે. આ ગ્રાન્ટ એકઠ દોઢ વર્ષની સમય અવધિમાં ત્રણ ભાગમાં આપવામાં આવશે.