એક તરફ કેન્દ્રની રાજનીતિમાં અવિશ્વાસ પ્રસ્તાવને લઈને રાજકારણમાં ગરમી છે. આ વચ્ચે બિહારમાં વિરોધ પક્ષના નેતા તેજસ્વી યાદવે કહ્યું કે આરજેડી આ સત્રમાં નહિ તો આગળ સત્રમાં નીતીશ કુમાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પર વિચાર કરશે. અને એમની નીતિઓને જનતાની સામે લાવશે. બિહાર વિધાનમંડળના મોન્સૂન સત્રના પહેલા દિવસે વિધાનસભા પરિસરમાં પત્રકારો સાથે વાતચીત કરતા એમણે આ વાત કહી હતી.
તેજસ્વી યાદવે કહ્યું કે એનડીએમાં પણ વિરોધ સામેં આવ્યો છે. શિવસેનાના વોકઆઉટથી સાબિત થઇ ગયું છે કે સહયોગી પણ સરકારથી નારાજ છે. એમણે કહ્યું કે હાલની સરકાર સંવિધાન અને ગરીબ વિરોધી સરકાર છે. કેન્દ્ર અને રાજ્યની સરકારોને સામાન્ય જનતાથી કોઈ મતલબ રહ્યો નથી.
વળી, લોકસભામાં રાહુલ ગાંધીના આંખ મારવાના અંદાજના તેજસ્વી યાદવે વખાણ કરતા આને સાચી જગ્યા પર નિશાનો દર્શાવ્યો હતો. તેજસ્વી એ સદનમાં રાહુલ ની આંખ મારતી તસ્વીર શેર કરતા ટ્વિટ કર્યું કે મારા મિત્ર, આંખ સાચી જગ્યાએ મારી છે. જ્યાં દુખે ત્યાં તાકાતથી પ્રહાર કરો. એમના ઝૂઠ છતા કરવા અને એક અદભુત ભાષણ માટે ખુબ-ખુબ અભિનંદન.