જમ્મુ-કાશ્મીરના અનંતનાગના શિરપોરામાં શુક્રવારે સીઆરપીએફની ટુકડી પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં બે જવાન શહિદ થઇ ગયા છે. જયારે બે જવાન ઘાયલ થયા છે. હુમલો થયા બાદ સેનાએ વિસ્તારમાં સર્ચ અભિયાન શરુ કરી દીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે અચબલ વિસ્તારમાં આતંકીઓને શોધવાનું કામ ચાલુ છે. અચબલ વિસ્તારમાં સીઆરપીએફની ટિમ પર સતત 10 મિનિટ સુધી ફાયરિંગ થયું હતું.
જણાવી દઈએ કે ગુરુવારે કાશ્મીરના કુપવાડામાં બે દિવસ ચાલેલી અથડામણમાં સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ પહેલા મંગળવારે શોપિયાંમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઢેર કર્યા હતા.
https://twitter.com/ANI/status/1017665903461363712
કાશ્મીરમાં આ વર્ષે 82 યુવાનોએ આતંકનો રસ્તો પકડ્યો છે. આ વર્ષે અત્યાર સુધી સૌથી વધુ એપ્રિલ મહિનામાં 25 યુવકોએ આતંકનો રસ્તો પસંદ કર્યો હતો. વળી, સુરક્ષા દળોએ આ દરમિયાન મોટી સંખ્યામાં આતંકીઓ પાસે આત્મસમર્પણ કરાવ્યું હતું. જણાવી દઈએ કે આ સમય દરમિયાન સેનાએ 101 આતંકીઓ ને મોતના ઘાટ ઉતાર્યા હતા.
વશેષજ્ઞો મુજબ એક એપ્રિલે શોપિયાં અને અનંતનાગમાં અલગ-અલગ અથડામણોમાં કુલ 13 આતંકીઓને ઢેર કરાયા હતા. સેના સૂત્રોના જણાવ્યા મુજબ નવા ભર્તી કરાયેલા આતંકીઓને ટ્રેનિંગના નામ પર એકે-47ના કેટલાક ફાયર કરાવવામાં આવે છે. ત્યારબાદ આતંકીઓ હથિયાર સાથે એનો ફોટો જાહેર કરી દે છે, જેથી એમનો પાછા ફરવાનો રસ્તો પણ બંધ થઇ જાય છે.