Not Set/ મોદી સરકારે વિકાસ માટે રૂપિયા મોકલ્યા છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થઇ શક્યો નથી : J & Kમાં અમિત શાહ

જમ્મુ, જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા PDP-બીજેપી સરકાર માંથી સમર્થન પાછું ખેંચ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું છે. રાજ્યપાલ શાસન લગાવ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર જમ્મુ પહોચ્યા છે. જમ્મુ પહોચ્યા બાદ એક જાહેરસભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે સાથે તેઓએ જમ્મુ-કાશ્મીર સાથે અમારા દિલ અને ખૂનનો […]

Top Stories India Trending
અમિત શાહ મોદી સરકારે વિકાસ માટે રૂપિયા મોકલ્યા છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થઇ શક્યો નથી : J & Kમાં અમિત શાહ

જમ્મુ,

જમ્મુ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા PDP-બીજેપી સરકાર માંથી સમર્થન પાછું ખેંચ્યા બાદ રાજ્યમાં રાજ્યપાલ શાસન લગાવવામાં આવ્યું છે. રાજ્યપાલ શાસન લગાવ્યા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પહેલીવાર જમ્મુ પહોચ્યા છે.

જમ્મુ પહોચ્યા બાદ એક જાહેરસભાને સંબોધતા અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને સાથે સાથે તેઓએ જમ્મુ-કાશ્મીર સાથે અમારા દિલ અને ખૂનનો સંબંધ છે એમ પણ જણાવ્યું હતું.

નોધનીય છે કે, શનિવારે ભારતીય જનતા પાર્ટીના ફાઉન્ડર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ પર અમિત શાહ જમ્મુ પહોંચ્યા હતા, બીજી બાજુ PDP-બીજેપી ગઠબંધન બાદ ભાજપના ચાણક્યની આ પ્રથમ રેલી છે.

રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું,

પહેલા જમ્મુ-કાશ્મીર આવવા માટે પરવાનગી લેવાની જરૂરત પડતી હતી. એ સમયે રાજ્યમાં ધ્વજ પણ ફરકાવવી શકતા ન હતા, પરંતુ અહિયાં અલગ પ્રધાનમંત્રી બેઠા છે.

શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને કોઈ ભૂલી શકતું નથી. જમ્મુ – કાશ્મીર સાથે અમારો દિલ અને ખૂનનો સંબંધ છે, કારણ કે અમારા પૂર્વજોએ તેનું લોહીથી સિંચન કર્યું છે.

હું ૧ વર્ષ પહેલા જમ્મુ-કાશ્મીર આવ્યો હતો. તે વખતે અમારા ગઠબંધનની સરકાર હતી, પરંતુ અત્યારે અમારી સરકાર નથી. અમારા માટે સરકાર ગમે તે હોય, જમ્મુના વિકાસ અને સલામતી સૌથી ઉપર છે.

રાજ્યમાં આ સરકાર ગયા બાદ ભાજપના કાર્યકર્તાઓ ભારત માતા કી જયના નારા લગાવતા હતા, પરંતુ કોંગ્રેસના નેતા પોતાનું લેવલ બતાવી રહ્યા છે. ગુલામ નબી આઝાદના નિવેદનનું આતંકી સંગઠન લશ્કર પણ સમર્થન કરે છે. આ મામલે રાહુલ ગાંધીએ બોલવું જોઈએ નહીં.

કોંગ્રેસના વરિષ્ટ નેતાના બીજા જ દિવસે સૈફુદ્દીન સોજનું એક નિવેદન આવે છે, ભાજપ જમ્મુ-કાશ્મીરને ક્યારેય પણ તૂટવા નહિ દે, કારણ કે કાશ્મીર ભારતનું એક અભિન્ન અંગ છે. પરંતુ આ નિવેદનો બાદ કોંગ્રેસને માફી માંગવી જોયે પરંતુ તેઓ માગશે નહી.

જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા રૂપિયા મોકલવામાં આવ્યા છે પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થઇ શક્યો નથી. જમ્મુ-લદ્દાખમાં એક સરખો વિકાસ ન થવાના કારણે અમે સત્તા છોડી છે.

ભારતમાં લોકશાહી છે, કોઈ પણ અખબારના એડિટર કઈ પણ લખી શકે છે. પરંતુ લખવાના કારણે તેઓની હત્યા કરવામાં આવે છે. અમે તે વખતે આશા હતી કે સત્તામાં રહેવાથી સારું છે પણ અમે વિપક્ષમાં છે.