મિર્જાપુર,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશની બે દિવસની મુલાકાતના બીજા પડાવમાં રવિવારે મિર્જાપુર પહોચ્યા છે. મિર્જાપુર પહોચ્યા બાદ તેઓએ બનસાગર નગર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. સાથે સાથે પીએમ મોદીએ મેડિકલ કોલેજ આધારશિલા રાખી હતી, તેમજ રાજ્યમાં ૧૦૮ જન ઓષધિ કેન્દ્રોનું અને બાલૂઘાટ, ચૂનારમાં ગંગા નદી પર બનેલા પુલને પણ સમર્પિત કર્યો હતો, જે મિર્જાપુર અને વારાણસી શહેરને જોડશે.
ચાર મોટી પરિયોજનાઓના ઉદ્ઘાટન પીએમ મોદીએ બાદ ત્યાં આયોજિત એક જાહેરસભાને પણ સંબોધી હતી. જાહેરસભાને સંબોધતા તેઓએ કહ્યું, “છેલ્લા ચાર દાયકાઓથી આ યોજનાઓ અટકેલી હતી”.
મિર્ઝાપુર ખાતે આયોજિત એક જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ કહ્યું,
આ વિસ્તાર હંમેશા સંભાવનાઓ માટેનો રહ્યો છે અને હવે ઉત્તરપ્રદેશમાં યોગીની સરકાર આવ્યા બાદ આ ક્ષેત્રની વિકાસ થતો જોવા મળી રહ્યો છે.
છેલ્લા ૨ દિવસમાં આ ક્ષેત્રની વિકાસ સાથે જોડાયેલી તમામ પરિયોજનાઓની શરૂઆત કરવામાં આવી છે અથવા તો જનતાને સમર્પિત કરાઈ છે.
બાણસાગર પરિયોજનાપહેલાથી જ શરુ થઇ ગઈ હોત તો ૨ દાયકા પહેલા જ આ યોજનાનો લાભ ખેડૂતોને મળી શક્યો હોત, પરંતુ પહેલાની સરકારોએ તેઓની ચિંતા કરી ન હતી.
૪૦ વર્ષ પહેલા આ પરિયોજનાની શરૂઆત થઇ હતી પરંતુ કામ શરુ થતા થતા ૨૦ વર્ષ નીકળી ગયા, પરંતુ યોજનાના નામ પર માત્ર વાતો અને દાવાઓ કરવામાં આવ્યા.
વર્ષ ૨૦૧૪માં ભાજપની સરકારે તમામ અટકેલી યોજનાઓને શરુ કરવાનું કામ કર્યું છે.
મહત્વનું છે કે, શનિવારે યુપીની મુલાકાતના પ્રથમ દિવસે ઉત્તરપ્રદેશની સૌથી મોટી યોજનાઓમાંની એક ૩૪૦ કિલોમીટર લાંબા પૂર્વાચલ એક્સપ્રેસવેનો શિલાન્યાસ કરાયો હતો. આ એક્સપ્રેસવેની શરૂઆત કારાવવાના છે તે રાજધાની લખનઉ, બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકરનગર, આઝમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વી ઉત્તર પ્રદેશના મહત્વપૂર્ણ અને ઐતિહાસિક શહેરોને જોડશે.
આ ઉપરાંત શનિવારે તેઓએ એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ સહિતની અન્ય વિપક્ષી પાર્ટીઓ પર પ્રહારો કર્યાં હતા.
આઝમગઢ ખાતે રેલીને સંબોધતા પીએમ મોદીએ કહ્યું,
તમામ પરિવારવાદી પાર્ટીઓ મળીને તમારા વિકાસને રોકવા માટે લાગી છે.
તેઓએ ગરીબ, દલિત લોકોના વોટ માંગ્યા અને તેઓના નામ પર જ પોતાની રાજનીતિ કરી છે.
બાબા સાહેબ અને રામ મનોહર લોહિયાના નામ પર માત્ર રાજનીતિ કરવામાં આવી રહી છે.
૨૦૧૪ પહેલા દેશમાં જેટલી લંબાઈના નેશનલ હાઇવે હતા, આજે તે બેગણા થઈ ચુક્યા છે. આઝાદી પહેલા દશમાં જેટલું કાર્ય થયું છે તેનાથી પણ વધુ કામ ૪ વર્ષમાં ભાજપની સરકારે કરીને બતાવ્યું છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખેડૂત, ગરીબ, શોષિત, વંચિત લોકોના જીવનસ્તરને ઉપર લાવવા માટે નિરંતર કાર્ય કરવામાં આવી રહ્યું છે.
હું યોગીજીની સરકારને ધન્યવાદ કહું છું કે, તેઓની સરકારે માટી કલા બોર્ડ બનાવવાનો નિર્ણય કર્યો છે.
બનારસી સાડીના બુનકરો માટે સરકારે આધુનિક મશીનો અને ઓછા વ્યાજે લન જેવી સુવિધાઓ લઈને આવી છે.
સરકાર દ્વારા ૧૪ ખરીફ પાકો માટે MSP વધારવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર અને યુપીની સરકાર માટે દેશ જ એક પરિવાર છે.