Not Set/ PNB મહાગોટાળો: EDએ જપ્ત કરી મેહુલ ચોકસીની 1217 કરોડની સંપતિ

પંજાબ નેશનલ બેંકના મહાગોટાળામાં સામેલ એવા મૂળ સૂત્રધાર ડાયમંડના વેપારી અને ઝવેરી નિરવ મોદીનું પંજાબ નેશનલ બેંકનો થોડક દિવસ પહેલા 1300 કરોડ રૂપિયાના કૌભાંડનું પર્દાફાશ થયો હતો. હવે પંજાબ નેશનલ બેંકના આરોપી મેહૂલ ચોકસીની 41 અચલ સંપતીઓને ઇડીએ જપ્તકરી છે. આ સંપતિઓની કિંમત અંદાજે 1217 કરોડ રૂપિયા છે. પીએલએમએ અંતર્ગત જપ્ત કરાયેલ સંપતીઓમાં મુંબઈ સ્થિત 15 […]

Top Stories
653176 mehul choksi PNB મહાગોટાળો: EDએ જપ્ત કરી મેહુલ ચોકસીની 1217 કરોડની સંપતિ

પંજાબ નેશનલ બેંકના મહાગોટાળામાં સામેલ એવા મૂળ સૂત્રધાર ડાયમંડના વેપારી અને ઝવેરી નિરવ મોદીનું પંજાબ નેશનલ બેંકનો થોડક દિવસ પહેલા 1300 કરોડ રૂપિયાના કૌભાંડનું પર્દાફાશ થયો હતો. હવે પંજાબ નેશનલ બેંકના આરોપી મેહૂલ ચોકસીની 41 અચલ સંપતીઓને ઇડીએ જપ્તકરી છે. આ સંપતિઓની કિંમત અંદાજે 1217 કરોડ રૂપિયા છે.

પીએલએમએ અંતર્ગત જપ્ત કરાયેલ સંપતીઓમાં મુંબઈ સ્થિત 15 ફ્લેટ 17 ઓફિસ, કોલકતા સ્થિત શોપિંગ મોલ અને અલીબાગમાં ચાર એકર જમીન પર બની રહેલું ફાર્મહાઉસ પણ સામેલ છે.

આ પહેલા સીબીઆઈએ પંજાબ નેશનલ બેંકમાં થયેલા કૌભાંડ મામલામાં બેંકના ઇન્ટરનલ ચીફ ઓડિટર એમકે શર્માની ધરપકડ કરવામાં આવી હતી. મેહુલ ચોકસીની અલીબાગ, નાસિક, નાગપુર, પનવેલ વિલ્લુપુરમમાં 231 એકરના પથરાયેલી હાર્ડવેર પાર્ક પણ સામેલ છે. જેની સંપતીની કિંમત 500 કરોડ રૂપિયા બતાવામાં આવી રહી છે.

બીજી બાજુ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) આ આરોપીઓને પકડવા માટે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી છે.

આ બધા મામલમાં પંજાબ નેશનલ બેંકે લેટર લખીને કહ્યું હતું કે, આ જે પણ કાર્યવાહી કરવામાં આવી છે. તે કાયદાકીય રીતે કરવામાં આવી છે અને કોઈ ઠોસ પુરાવા બતાવામાં આવશે તો પૈસા પાછા મળી જશે.

થોડાક દિવસ પહેલા પંજાબ નેશનલ બેંકમાં 11,360 કરોડ રૂપિયાના મહાગોટાળાનો ખુલાસો થયો હતો. જેના કારણે હવે વિપક્ષ લગાતાર મોદી સરકાર પર નિશાન સાંધી રહી છે.