Not Set/ મુઝફ્ફરપુર શેલ્ટર હોમ રેપ કેસ મામલે થયા આ ચોકાવનારા ખુલાસા, વાંચીને રહી જશો દંગ

પટના, બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં રહેતી ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાની ઘટના મામલે એક સનસનાટી ભર્યો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા આ બળાત્કાર મામલે POCSO કોર્ટમાં જે આરોપો પત્ર દાખલ કર્યું છે, એમાં આ મહત્વના ખુલાસા થયા છે. કોર્ટમાં પોલીસ દ્વારા રજુ કરાયેલી ૧૬ પાનાંની ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, આં શેલ્ટર હોમમાં એક ઓરડો હતો, જે ઓપરેશન થિયેટર […]

Top Stories India Trending

પટના,

બિહારના મુઝફ્ફરપુર સ્થિત બાલિકાગૃહમાં રહેતી ૩૪ છોકરીઓ સાથે રેપ થયા હોવાની ઘટના મામલે એક સનસનાટી ભર્યો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા આ બળાત્કાર મામલે POCSO કોર્ટમાં જે આરોપો પત્ર દાખલ કર્યું છે, એમાં આ મહત્વના ખુલાસા થયા છે.

કોર્ટમાં પોલીસ દ્વારા રજુ કરાયેલી ૧૬ પાનાંની ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, આં શેલ્ટર હોમમાં એક ઓરડો હતો, જે ઓપરેશન થિયેટર તરીકે કામ કરતુ હતું. આ બાલિકાગૃહમાં રહેનારી છોકરીઓ સાથે યૌન શોષણ પછી ગર્ભવતી હોવાની સ્થિતિમાં જબરદસ્તીથી આ થિયેટરમાં ગર્ભપાત કરવામાં આવતું હતું.

ચાર્જસીટમાં લેવામાં આવ્યા ૩૨ પીડિત છોકરીઓના નિવેદન

પોલીસ દ્વારા રજુ કરવામાં આવેલી આ ચાર્જસીટમાં ૩૨ પીડિત છોકરીઓના નિવેદન લીધા હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિત છોકરીઓએ પોતાના ઉપર કેટલાક મહિનાઓ સુધી યૌન શોષણ અને ટોર્ચર થયા હોવાનું પણ જણાવાયું છે.

આ ઉપરાંત ચાર્જસીટમાં ખુલાસો થયો છે કે, શેલ્ટર હોમમાં તેઓને ૬૭ પ્રકારની નશીલી દવાઓ અને ઈન્જેકશન પણ મળ્યા છે. આ તમામ દવાઓ અને ઈન્જેકશનનો ઉપયોગ છોકરીઓને બેહોશ કરવા માટે થતો હતો અને બાદમાં તેઓ સાથે બળાત્કાર કરવામાં આવતો હતો.

કોણ છે મુખ્ય ત્રણ આરોપી ?

પોલીસની ચાર્જસીટમાં છોકરીઓના એ નિવેદન અંગે પણ જણાવવામાં આવ્યું છે, જેમાં તેઓને ૩ લોકો અંગે જાણકારી આપી હતી. પીડિત છોકરીઓનું કહેવું છે કે, આ ત્રણ લોકોમાં એક જાડા નેતા જિ, મૂંછ વાળા અંકલ અને હંટરવાળા અંકલ શામેલ છે.

આ ઘટના ક્યારે સામે આવી ?

આ આખી ઘટના ત્યારે સામે આવી જયારે ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાઈન્સની ટીમે આ શેલ્ટર હોમનું સોશિયલ ઓડીટ કર્યું હતું. જેમાં કુલ ૪૨ છોકરીઓના મેડીકલ રિપોર્ટમાંથી ૩૨ છોકરીઓના રિપોર્ટમાં યૌન શોષણની પુષ્ટિ થઇ હતી.

આ દરમિયાન પીડિતાએ પોલીસને કહ્યું હતું કે, એમની એક સાથીની હત્યા કરીને એના મૃતદેહને હોસ્ટેલ પરિસરમાં જ દાટી દેવામાં આવ્યો હતો. આ માહિતી મળ્યા બાદ પોલીસે ખોદકામ શરૂ કર્યું હતું પણ હજી સુધી ખોદકામમાં એવું કઈ મળ્યું ન હતું.

જો કે ત્યારબાદ વિપક્ષના હુમલા બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારે આ મામલાની તપાસ CBIને સોંપી હતી અને CBIએ કેસ પણ દાખલ કર્યો હતો.