દિલ્હી,
એક ઇન્ડિયન થઈને આપડે જયારે ભારતમાં રહેતા હોય છે ત્યારે દેશની સરકાર હસ્તકની કે પ્રાઈવેટ સ્કૂલમાં આપણા બાળકો અભ્યાસ કરી શકતા હોય છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે રાજધાની દિલ્હીમાં એક એવી સ્કૂલ આવેલી જ્યાં વર્ષ ૧૯૬૦થી આજ દિન સુધી કોઈ ભારતીય વિધાથીએ આ શાળામાં અભ્યાસ કર્યો નથી.
એક તબક્કે આ ચોકાવનારી વાત તમને અચરજ પરમાડી શકે છે પરંતુ આ એક કડવું સત્ય છે. ત્યારે હવે ૧૯૬૦ બાદ એટલે કે ૫૯ વર્ષ બાદ કોઈ ભારતીય વિધાથી અભ્યાસ કરી શકશે.
હકીકતમાં, રાજધાની દિલ્હીમાં આવેલી આ એક સ્કૂલ છે જેનું નામ છે, ફ્રેંચ ઇન્ટરનેશનલ સ્કૂલ. આ સ્કુલની સ્થાપના થયા બાદ ૪૭ દેશોના વિધાથીઓ અભ્યાસ કરે છે. જો કે હવે આ સ્કૂલમાં ભારતના વિધાથીર્ઓ પણ એડમિશન લઇ શકશે.
ફ્રાંસના રાજદૂત એલેકજાન્દ્રે જિએગ્લરે આ સંબંધમાં બુધવારે આ ઘોષણા કરી હતી. તેઓએ પત્રકારોને જણાવ્યું, “લાઈસી ફ્રાંસે ઇન્ટરનેશનલ ધ દેલ્હી ( દિલ્લી ફ્રેંચ ઇન્ટરનેશનલ સ્કૂલ ) અહિયાં દશકાઓથી કામ કરી રહી છે અને ત્યારે પણ દિલ્લીના શિક્ષા ક્ષેત્રમાં આ કરતા વધુ જણાતું નથી”.
વધુના જણાવતા તેઓએ કહ્યું, “અમે ઈચ્છી રહ્યા છે કે આ ક્ષેત્રમાં બદલાવ આવે. એલએફઆઈડી સ્કૂલ માત્ર એક સ્કૂલ નથી, પરંતુ આ સ્કૂલમાં ૪૭ દેશોના વિદ્યાથીઓ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ માનો યા ન માનો, ગત વર્ષે પણ ભારતીય વિધાથીઓને એડમિશન મળ્યું નથી. આ સ્તિથિમાં બદલાવ જરૂરી છે”.
મહત્વનું છે કે, આ સ્કૂલ એજેન્સી ફોર ફ્રેંચ એજ્યુકેશન એબ્રોડ (એઈએફઈ)ન એક ભાગ છે જે ૧૩૭ દેશોમાં કાર્યરત ૪૯૫ શિક્ષા સંસ્થાઓનું એક નેટવર્ક છે. એઈએફઈના નેટવર્કમાં અંદાજે ૩,૪૨,૦૦૦ વિધાથીઓ શામેલ છે જેમાં ૬૦ ટકા ગેર ફ્રાન્સીસી છે.