મધ્યપ્રદેશમાં અત્યાર સુધી ખજુરાહો, કાન્હા ટાઇગર રિઝર્વ, પંચમઢી, પેંચ નેશનલ પાર્ક, ભેડાધાટ જેવા સ્થળો વિશે સાંભળ્યું હશે. પરંતુ હનુંમંતીયાનું આઈલેન્ડ વિશે તમે નહિ સાંભળ્યું હોય. જો તમે પાણીમાં એડવેન્ચરનો શોખ ધરાવો છો. તો તમારા માટે આ બેસ્ટ ડેસ્ટિનેશન સાબિત થઇ શકે છે.
હનુંમંતીયાનું આઈલેન્ડ માત્ર પાણીમાં એડવેન્ચરની મજા આવે છે એવું નથી. પરંતુ અનેક એવી બાબતો છે, જે તમને એક અલગ અહેસાસની અનુભૂતિ કરાવે છે. વૈભવી હટ્સ, રેસ્ટોરાં, હાઉસ બોટ, પાર્ક, કોંફ્રેસ હોલ પણ અહી છે. અહી નાના મોટા અંદાજે 95 આઇલેન્ડ છે.
અહી દર વર્ષે જલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ દરમિયાન તમે અનેકવિધ એડવેન્ચર અને કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લઇ શકો છો.