ભારતીય દૂરસંચાર વિભાગ ભારતીય સીમામાં વિમાનો અને જળયાનો પર યાત્રિકોને શરૂમાં ફક્ત ડેટા સેવાઓની અનુમતિ આપવાનો વિચાર કરી રહ્યું છે. ઉડાન દરમિયાન કનેક્ટિવિટીના દિશાનિર્દેશો હેઠળ યાત્રીઓને ઉડાન અને સમુદ્રી પરિવહન દરમિયાન ફક્ત રાષ્ટ્રીય સીમાઓ અંદર વોઇસ અને ડેટા સેવાઓની અનુમતિ આપવામાં આવશે.
દૂરસંચાર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, દૂરસંચાર વિભાગ શરૂઆતમાં ઉડાન દરમિયાન ડેટા સેવાઓ માટે આવેદન લેશે. વોઇસ ગેટવેને લઈને હજુ છે, એટલે આ સેવાઓ તત્કાલ શરુ નહિ થાય. જોકે, વિમાનના ઉડવા અને ઉતરવા દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર અંકુશ રહેશે, પરંતુ દૂરસંચાર આયોગે વિમાનને સીધી દિશામાં ચાલવા દરમિયાન મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ કરવા પરથી રોક હટાવી દીધી છે.
વૈશ્વિક સ્તર પર ઘણી કંપનીઓ યાત્રીઓ માટે વાઇફાઇ સેવા આપી રહી છે. પરંતુ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ સમયે એમને આ સેવાઓ બંધ કરવી પડે છે. આવતા અઠવાડિયે આની સમીક્ષા માટે વિધિ મંત્રાલયને નિર્દેશ આપવામાં આવશે.