મુંબઇ
મુંબઈમાં વર્સોવા બીચ પર શુક્રવારની સવારે એક ખાસ પ્રજાતિના કાચબાના તુટેલા ઈંડા જોવા મળ્યા હતા. ત્યાંના સ્થાનિક અને વનવિભાગના અધિકારીઓએ ઈંડા જોયા પછી સમર્થન કર્યું કે આ તુટેલા ઈંડા ‘ઓલિવ રીડલે’ પ્રજાતિના કાચબાના છે.
મહારાષ્ટ્ર વનવિભાગના કહ્યા પ્રમાણે બે દશકો પછી ફરી મુંબઈના વર્સોવા બીચ પર ‘ઓલિવ રીડલે’ જાતિના કાચબાની પ્રજોત્પત્તિનું સ્થાન હોવાનું સામે આવ્યું છે.
હિન્દ અને પ્રશાંત મહાસાગરની ગરમ ઉષ્ણકટીબંધીય પ્રવાહોમાં જોવા મળતા આ પ્રજાતિના કાચબા સૌથી નાના સમુદ્રના કાચબાની શ્રેણીમાં આવે છે.
વર્સોવા બીચના કિનારે એક દિવસ પહેલા જ લગભગ 80 જેટલાં તુટેલા કાચબાના ઈંડા જોવા મળ્યા હતા.
મહારાષ્ટ્ર વનવિભાગએ આ મામલે જણાવ્યું હતું કે, અમે આ ઇંડાની તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે આ ઈંડા રેર કહેવાય તેવી પ્રજાતિના કાચબાના છે.
મળતી માહિતી પ્રમાણે 103 નાના કાચબાઓની ગણતરી કરવામાં આવી છે. જેમાંથી 80 સંભવત સમુદ્રમાં જતા રહ્યા છે અને 7 કાચબાઓને વન વિભાગ સંરક્ષક સમુહે પકડીને સમુદ્રમાં છોડી દીધા છે,જ્યારે અમુક કાચબાઓની તો ઈંડામાં જ મોત થઇ ગઈ છે.