Not Set/ સમગ્ર ઉત્તર ભારત હિમવર્ષાના તૂફાન હેઠળ, ઠેર ઠેર જામ્યા બરફના થર

નવી દિલ્હી, રાજધાની દિલ્હી સહિત NCR (નોન કેપિટલ રિજીયન)માં મંગળવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ બરફના કર પણ પડ્યા હતા. Delhi: Heavy rain lashes the national capital; Visuals from Dhaula Kuan and Akbar Road pic.twitter.com/1N61BbV0tT— ANI (@ANI) January 22, 2019 દિલ્હીના સુભાષ નગર, નરેલા, પંજાબી બાગ, ધૌલા, કુઆ સહિત ઘણા […]

Top Stories India Trending
snowfall સમગ્ર ઉત્તર ભારત હિમવર્ષાના તૂફાન હેઠળ, ઠેર ઠેર જામ્યા બરફના થર

નવી દિલ્હી,

રાજધાની દિલ્હી સહિત NCR (નોન કેપિટલ રિજીયન)માં મંગળવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ બરફના કર પણ પડ્યા હતા.

દિલ્હીના સુભાષ નગર, નરેલા, પંજાબી બાગ, ધૌલા, કુઆ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ સાથે બરફ પડ્યો છે. આ કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને આ કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.

બીજી બાજુ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં રવિવાર રાત્રિથી જ બરફ પાડવાનો શરુ થઇ ગયો હતો અને આ કારણે રાજ્યોના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ જામ થઇ ગયા છે તેમજ બરફના થર જામી ગયા છે.

ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો, ચારધામમાંના એક કેદારનાથમાં સોમવારે ભારે હિમવર્ષા થઇ છે અને ત્યાનું તાપમાન માઈનસ ૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આ તૂફાનને જોતા સ્થાનિક પ્રશાસન દ્વારા સરકારી સ્કૂલ તેમજ આંગણવાડીઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરના બનિહાલમાં સોમવારે થયેલી બરફવર્ષાના કારણે નેશનલ હાઇવે બંધ થઇ ગયો છે તેમજ જવાહર ટનલ પણ બરફના તુફાનના ઝપેટમાં આવી છે. જો કે આ દરમિયાન કોઈ મોટી જાનહાનિ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં પણ રવિવાર મોડી રાત્રિથી બરફવર્ષા શરુ થઇ ગઈ છે. આ કારણે ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચી ગયું છે.

રાજ્યના કેલોંગમાં – ૩.૨ ડિગ્રી, કલ્પામાં – ૧.૨ ડિગ્રી, મનાલીમાં ૧.૬ ડિગ્રી, ધર્મશાળામાં ૫.૨ ડિગ્રી તેમજ ડલહૌજીમાં ૨.૨ ડિગ્રી જેટલું તાપમાન નોધાયું છે.