ઉત્તર પ્રદેશ,
ઉત્તર પ્રદેશમાં હાલમાં યોજાયેલી બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષાના પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યા હતા. જાહેર કરવામાં આવેલા પરિણામમાં ધો. ૧૨માં કુલ ૭૪.૨૩ વિધાથીઓ જયારે ધો. ૧૦માં ૭૫.૧૬ વિધાથીઓ પરીક્ષામાં ઉતીર્ણ થયા છે.
ધો. ૧૨ની બોર્ડની પરીક્ષામાં બે વિધાથીઓએ પહેલો રેન્ક મેળવ્યો છે. જેમાં ફતેહપુરના રજનીશ શુક્લા અને બારાબંકીના આકાશ મૌર્યાનું નામ શામેલ છે. આ બંને વિધાથીઓએ ૯૩.૨૦ ટકા સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જયારે બીજા સ્થાને અનન્યા રાયે ૯૨.૨૦ ગુણ તેમજ ત્રીજા સ્થાને અભિષેક કુમારે ૯૨.૨૦ ટકા મેળવ્યા છે.
ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષામાં અલ્હાબાદની અંજલી વર્માએ ૯૬ ટકા સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જયારે બીજા સ્થાને ફતેહપુરની યશસ્વીએ ૯૪.૫ ટકા તેમજ ત્રીજા સ્થાને વિનય કુમાર અને શની વર્માએ ૯૪.૧૭ ગુણ સાથે ચોથું સ્થાન મેળવ્યૂ છે.
ઉત્તરપ્રદેશમાં શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષામાં ભાગ લેનારા વિધાથીઓ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ www.upmsp.edu.in અને upresults.nic.in પર જઈને પણ જોઈ શકે છે.
ધો. ૧૦ની બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થનારા ટોચના પાંચ વિધાથીઓ :
૧. અંજલી વર્મા : ૯૬.૩૩ %
૨. યશસ્વી : ૯૪.૫૦ %
૩. વિનય કુમાર : ૯૪.૧૭ %
૪. શની વર્મા : ૯૪.૧૭ %
૫. ઈશાની યાદવ : ૯૪.૦૦ %
ધો. ૧૨ની બોર્ડની પરીક્ષામાં ઉતીર્ણ થનારા ટોચના પાંચ વિધાથીઓ :
૧. રજનીશ શુક્લા : ૯૩.૨૦ %
૨. આકાશ મૌર્યા : ૯૩.૨૦ %
૩. અનન્યા રાય : ૯૨.૬૦ %
૪. અભિષેક કુમાર : ૯૨.૨૦ %
૫. અજિત પટેલ : ૯૨.૨૦