પટના,
વર્તમાન મોદી સરકારમાં મંત્રીપદ પરથી રાજીનામું આપી ચુકેલા અને NDAના ગઠબંધન સાથે નાતો તોડનારા ઉપેન્દ્ર કુશવાહાએ પીએમ મોદી પર હુમલો બોલ્યો છે.
ન્યુઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં તેઓએ કહ્યું, “૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટેની લડત શરુ થઇ ચુકી છે”.
RLSPના પ્રમુખે વધુમાં કહ્યું, “ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકારે જે મારી સાથે કહ્યું છે તે ભવિષ્યમાં લોક જનશક્તિ પાર્ટી (LJP)ના નેતા રામવિલાસ પાસવાન સાથે પણ થઇ શકે છે”.
હકીકતમાં, ઉપેન્દ્ર કુશવાહાએ આગામી લોકસભાની ચૂંટણી પહેલા રામવિલાસ પાસવાન અને તેઓના દીકરા ચિરાગ પાસવાનને નસીહત આપી છે.
આ ઉપરાંત તેઓએ LJPને ઝડપથી જજ NDA ગઠબંધન છોડવા માટે પણ અપીલ કરતા કહ્યું, “ભાજપની માનસિકતા નાની પાર્ટીઓને બર્બાદ કરવાની છે”.
કુશવાહા મંત્રીપદ પરથી આપી ચુક્યા છે રાજીનામું
આ પહેલા રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના પ્રમુખ કુશવાહા મોદી કેબિનેટમાંથી પોતાના મંત્રીપદ પરથી રાજીનામું આપી ચુક્યા છે, તેમજ તેઓએ સંસદના શિયાળુ સત્રને લઇ NDA ગઠબંધનની પાર્ટીઓના નેતાઓની બેઠક બોલાવવામાં આવી હતી, પરંતુ આ બેઠકથી પણ ઉપેન્દ્ર કુશવાહાએ કિનારો કરી લીધો હતો.