Not Set/ ત્રિપુરામાં લહેરાયો ભગવો, વિપ્લવે PM મોદીની હાજરીમાં લીધા મુખ્યમંત્રી પદના શપથ

ત્રિપુરા, ત્રિપુરામાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં બીજેપીએ મેળવેલી બંપર જીત બાદ વિપ્લવ કુમાર દેવે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ પસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી, બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ પાર્ટીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સાથે જ ત્રિપુરામાં છેલ્લા ૨૫ વર્ષથી ચાલતા લેફ્ટ રાજ પર […]

Uncategorized
tripura cm ત્રિપુરામાં લહેરાયો ભગવો, વિપ્લવે PM મોદીની હાજરીમાં લીધા મુખ્યમંત્રી પદના શપથ

ત્રિપુરા,

ત્રિપુરામાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં બીજેપીએ મેળવેલી બંપર જીત બાદ વિપ્લવ કુમાર દેવે રાજ્યના મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ પસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, વરિષ્ટ નેતા લાલકૃષ્ણ અડવાણી, બીજેપી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ પાર્ટીના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. આ સાથે જ ત્રિપુરામાં છેલ્લા ૨૫ વર્ષથી ચાલતા લેફ્ટ રાજ પર પૂર્ણવિરામ મુકાયું છે.

રાજ્યપાલ તથાગત રોયે મુખ્યમંત્રી વિપ્લવ કુમાર દેવ ઉપરાંત રાજ્યના ઉપ-મુખ્યમંત્રી અને નવ મંત્રીઓને પણ ગોપનિયતાના શપથ લેવડાવ્યા હતા.

રાજ્યના ઉપ-મુખ્યમંત્રી તરીકે જિષ્ણુંદેવ શર્માએ શપથ લીધા હતા. જયારે રતનલાલ નાથ, નરેન્દ્રચંદ્રદેવ વર્મા, સુદીપ રોય બર્મન, પ્રાન્જિતસિંહ રોય, મનોજકાંતિ દેવ, મેવાડકુમાર જમાતિયા અને સાંત્વના ચક્માએ મંત્રીપદના શપથ લીધા હતા. બીજી બાજુ આ સમારોહમાં પૂર્વ મુખ્યમંત્રી માણિક સરકાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય જનતા પાર્ટી માટે આ જીત ખુબ મહત્વની છે કારણે આ પહેલા ત્રિપુરામાં ૨૦૧૩માં યોજાયેલી ચુંટણીમાં તેઓ પોતાનું ખાતું ખોલી શક્યા ન હતા ત્યારે આ ચુંટણીમાં બીજેપીએ બહુમતી હાંસલ કરી છે

ઉલ્લેખનીય છે કે, ૬૦ વિધાનસભા બેઠકોમાંથી બીજેપીએ ૩૫ સીટ મેળવી છે જયારે સાથી પક્ષ જનજાતીય પાર્ટી આઇપીએફટીએ ૮ સીટ જીતી છે. આ રીતે વામપંથીઓના ગઢ કહેવાતા ત્રિપુરામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જયારે આ ચુંટણીમાં હાલમાં સત્તામાં રહેલી સીપીએમને ૧૬ સીટ મેળવી છે તો કોંગ્રેસ પાર્ટી પોતાનું ખાતું ખોલવામાં પણ નિષ્ફળ નીવડી છે.