નવી દિલ્હી,
દુનિયાની સાત અજાયબીઓમાંની એક આગ્રાના તાજમહેલનો દીદાર કરવો હવે તમને મોંઘો પડી શકે છે. ભારતના પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ (ASI) દ્વારા તાજમહેલની ફીમાં વધારો કરવા માટે જણાવવામાં આવ્યું છે.
ભારતના પુરાતત્વ ખાતા દ્વારા તાજમહેલના મુખ્ય ગુંબજ સુધી જવા માટેની ફીમાં વધારો કરવા માટે એક પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. ASIના આ પ્રસ્તાવ પછી હવે વિદેશી પર્યટકોની ફીમાં ૨૦૦ રૂપિયાનો વધારો થશે, જયારે ડોમેસ્ટિક યાત્રીઓ માટેની ફીમાં પાંચ ગણો વધારો કરવામાં આવી શકે છે.
ASIના આ પ્રસ્તાવમાં જણાવ્યા મુજબ, વિદેશી યાત્રીઓની હાલની ફી કરતા ૨૦૦ રૂપિયા વધુ આપવા પડશે. જયારે ડોમેસ્ટિક યાત્રીઓ માટે પણ કરવામાં આવી રહેલો વધારો એક ઝટકા સમાન હશે, કારણ કે આ ફીમાં ૫ ગણો વધારાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. આ સાથે જ દેશના યાત્રીઓની ફી ૫૦ રૂપિયાથી વધી ૨૫૦ રૂપિયા થઇ શકે છે.
ASI દ્વારા આ ફી વધારા પાછળ તાજમહેલની મુલાકાતે આવતા યાત્રીઓની સંખ્યાને નિયંત્રિત કરવાનો છે.
બીજી બાજુ ASI દ્વારા તાજમહેલનો દીદાર કરવા માટેની ફી વધારવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તે જો મંજૂર થાય છે તો, તાજમહેલ દેશનું સૌથી મોંઘુ સ્મારક બની જશે.