અમરોહા,
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા ગત ૨૬ ડિસેમ્બરના દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એકસાથે ૧૬ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા અને આતંકવાદી સંગઠન ISISના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરાયો હતો, ત્યારબાદ હવે વધુ એકવાર NIA દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.
દિલ્હી – UP બાદ હવે NIA દ્વારા પશ્ચિમી ઉત્તરપ્રદેશના અમરોહામાં છાપેમારી કરવામાં આવી છે, જેમાં ૧૦ જેટલા શંકાસ્પદ લોકોને અરેસ્ટ કરાયા છે.
માનવામાં આવી રહ્યું છે કે, ૨૬ ડિસેમ્બરના NIA અને ATS ના જોઈન્ટ ઓપરેશનમાં અરેસ્ટ કરાયેલા ISIS આતંકીઓની પૂછતાછ બાદ NIA દ્વારા આ જવાબી કાર્યવાહી કરાઈ છે.
૨૬ ડિસેમ્બરના રોજ પકડાયું હતું ISIS મોડ્યુલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ISIS નું પકડાયેલું આ આતંકી મોડ્યુલ દેશમાં આત્મઘાતી હુમલા કરવાની તૈયારીમાં હતું અને તેમના ટાર્ગેટમાં દેશના મોટા નેતાઓ અને VVIP હતા.
NIA દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બુધવારે દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં એકસાથે ૧૬ સ્થળોએ દરોડા પાડીને ISIS નું આતંકી મોડ્યુલ ઝડપી પાડવામાં આવ્યું હતું, એટલું જ નહી ૧૦ શંકાસ્પદ વ્યક્તિઓને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
NIAના આઈજી આલોક મિત્તલે જણાવ્યું હતું કે, “જે પ્રકારની તેમની તૈયારીઓ હતી તેનાથી સ્પષ્ટ થાય છે કે તેઓ નજીકના ભવિષ્યમાં દેશના કેટલાક વિસ્તારોમાં રિમોટ કન્ટ્રોલ વડે વિસ્ફોટો કરવાના હતા, એટલું જ નહી આ સાથે જ આત્મઘાતી હુમલાઓ કરવાની પણ યોજનાઓ હતી. આ ISISથી પ્રેરિત એક મોડ્યુલ છે અને તેઓ વિદેશી એજન્ટના સંપર્કમાં પણ હતા.