Not Set/ છોટાઉદેપુરમાં કુદરત ખીલી ઉઠી, મેણ-અશ્વિની બે કાંઠે, હાથણી ધોધ વહેતો

છોટાઉદેપુર જીલ્લામાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. સર્વત્ર અને ભારે વરસાદનાં પગલે જીલ્લામાં કુદરતે જાણે પોતાનાં સાત રંગ વિખેર્યા હોય તેવો માહેલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળા અને તળાવો છલકાઈ રહ્યાં છે. જ્યાં અશ્વિન નદી બે કાઠી વહી રહી છે. નદીનો નઝારો જોવા […]

Top Stories Gujarat Others
મપહજ2 છોટાઉદેપુરમાં કુદરત ખીલી ઉઠી, મેણ-અશ્વિની બે કાંઠે, હાથણી ધોધ વહેતો

છોટાઉદેપુર જીલ્લામાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ જોવા મળી રહ્યો છે. સર્વત્ર અને ભારે વરસાદનાં પગલે જીલ્લામાં કુદરતે જાણે પોતાનાં સાત રંગ વિખેર્યા હોય તેવો માહેલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે નદી નાળા અને તળાવો છલકાઈ રહ્યાં છે. જ્યાં અશ્વિન નદી બે કાઠી વહી રહી છે. નદીનો નઝારો જોવા લોકોના ટોળે ટોળા કાઠા પર ઉમટી રહ્યાં છે. જીલ્લાનાં વિવિધ વિસ્તારોમાં આજે પણ વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે. ચોમાસાના પ્રારંભથી સતત વરસતા વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

એક તરફ ભારે વરસાદના કારણે નસવાડી પાસેની મેણ નદીમાં નવા નીર આવ્યા છે. નદીઓના નવા નીરનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા.  નદીઓમાં નવા નીર આવતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી તો બીજી તરફ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો.

બીજી તરફ ધોધમાર પડેલા વરસાદના પગલે રાજ્યનો સુપ્રસિદ્ધ હાથણી ધોધ વહેતો થયો. કુદરતી સૌંદર્યથી ભરપુર આ હાથણી માતાના ધોધની મુલાકાતે મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે. વરસાદના કારણે અહીંનુ વાતાવરણ આહલાદક બન્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન