અમદાવાદ
આગામી ગુરવાર એટલે કે આસો સુદ એકમથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. આ નવ દિવસના તહેવારને દેશભરમાં ધામધૂમથી મનાવવામાં આવતો હોય છે. જોવામાં આવે તો, માં દુર્ગાના ખાસ તહેવાર દરમિયાન કેટલાક ગ્રહોની સ્થિતિ આપણા ગૃહકાર્યો માટે પણ ખૂન ફળદાયી માનવામાં આવે છે.
નવરાત્રી દરમિયાન ગ્રહોની ચાલ પ્રમાણે તમે પણ પોતાના ગૃહકાર્યોમાં સફળતા મેળવી શકો છો :
બુધ, ગુરુ તથા શુક્ર બળવાન અને શુભ સ્થિતિમાં હોય તો ગાયન-વાદનમાં સારી સફ્ળતા મળે છે.
સૂર્ય બળવાન અને શુભ સ્થિતિમાં હોય તો નવરાત્રિના વિવિધ આયોજન (ઇવેન્ટ મેનેજમેન્ટ) ક્ષેત્રે યશ કીર્તિ મળે છે.
ચંદ્ર બળવાન અને શુભ હોય તેવી વ્યક્તિઓ જનસંપર્ક તથા જાહેર સમારંભમાં અગ્ર સ્થાને રહે છે.
શનિ બળવાન હોય અને બુધ, ગુરુ, શુક્ર શુભ સ્થિતિમાં હોય તેવા લોકો મોટા કલાકારના મદદનીશ – આસિસ્ટન્ટ તરીકે સફ્ળ ભૂમિકા ભજવે છે.
જન્મકુંડળીમાં સૂર્યનો શુભ સંબંધ ભાગ્ય સ્થાન, કર્મ સ્થાન કે લાભ સ્થાન સાથે થતો હોય અને નવરાત્રિમાં જે તે દિવસે યોગકારક બનતો હોય ત્યારે મોટા ઈનામ, પુરસ્કાર કે એવોર્ડ મળવાની શક્યતા વધી જાય છે. નવરાત્રિમાં વિવિધ ગ્રહોનું બળ મેળવી શકાય
નવરાત્રિમાં દરરોજ કુળદેવીની ભક્તિ ઉપરાંત ગાયત્રી મંત્ર કે સૂર્યના જપ કરવાથી નિર્બળ સૂર્યનું બળ વધે છે.
કુળદેવીની ભક્તિ સાથે બુધના જપ કે આનંદના ગરબાનો પાઠ કરવાથી બુધનું બળ વધી શકે. વાણી- વાચા સંબંધી તકલીફ્માં રાહત મળી શકે.
કુળદેવીની ભક્તિ ઉપરાંત મંગળના જપ કરવાથી કાર્યક્ષેત્રમાં આવતા અવરોધ હળવા બને છે. જમીન કે મિલકત અંગેના પ્રશ્નમાં રાહત મળે છે.
આ દિવસો દરમિયાન કુળદેવીની ભક્તિ ઉપરાંત રાહુના જપ કરવાથી રાત્રે આવતા અશુભ સ્વપ્ના તથા મલિન વિચારોથી મુક્તિ મળે છે.