નવરાત્રિના આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. શ્રી મહાગૌરી આદિશક્તિ શ્રી દુર્ગાનું આઠમું સ્વરૂપ છે. મા મહાગૌરીનો રંગ ખૂબ જ ગોરો છે, તેથી તે મહાગૌરી તરીકે ઓળખાય છે. માન્યતા અનુસાર, માતાએ તેમની કઠોર તપસ્યા દ્વારા ગૌર વર્ણ પ્રાપ્ત કર્યું હતું. ત્યારથી તેણીને ઉજ્જવલા સ્વરૂપા મહાગૌરી, ધન ઐશ્વર્યા પ્રદાયિની, ચૈતન્યમય ત્રૈલોક્ય પૂજ્ય મંગલા, માતા મહાગૌરી, શારીરિક, માનસિક અને સાંસારિક ગરમી દૂર કરનાર નામ આપવામાં આવ્યું હતું.
સૌથી મહત્વપૂર્ણ સ્વરૂપ છે. મહાગૌરી માં દુર્ગાનું આઠમું સ્વરૂપ છે.
મહાગૌરી માતા. મહાગૌરી,મહાગૌરી મહત્વ.
નવરાત્રીની અષ્ટમી તીથીને મહાગૌરી તરીકે પણ ઓળખાય છે.
તેને નવદુર્ગા અષ્ટમી પણ કહે છે.
ભગવાન શિવની પ્રાપ્તિ માટે એમણે જે કઠોર પૂજા કરી હતી.
કઠોર તપસ્યા કરી કરી હતી. જેથી તેમનું શરીર કાળુ પડી ગયું હતું. જયારે ભગવાન શિવ પ્રસન્ન થઇ એમને દર્શન આપ્યા ત્યારે એમનું શરીર ગૌરવર્ણ થઇ ગયુ હતુ તેથી તેમનું નામ મહાગૌરી પડયુ.
માતા સીતાએ શ્રી રામની પ્રાપ્તિ માટે શ્રી મહાગૌરી સ્વરૂપની પૂજા કરી હતી.
આ દિવસે સફેદ રંગનો વિશેષ મહિમા છે.
નવરાત્રી કેવળ વ્રત અને ઉપવાસ નહિ પણ નારીના સન્માન અને માનનું પર્વ છે.
આ દિવસે કુળદેવીના મંદિરે જવાનું હોય છે અને નૈવેધ્ય ધરાવવાનું હોય છે.