Navsari News/ નવસારીના ઇન્સ્પેક્ટરે લાંચ પેટે માંગ્યો આઇફોન, પછી આવ્યો પોલીસનો ફોન

નવસારીના ઇન્સ્પેક્ટરને લાંચ પેટે આઇફોન માંગવો ભારે પડી ગયો છે. તેના પગલે તરત જ તેની સામે ફરિયાદ નોંધાવાતા તેના પર પોલીસનો ફોન આવ્યો હતો. હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે.

Gujarat Surat Breaking News
Beginners guide to 2024 11 15T165506.556 નવસારીના ઇન્સ્પેક્ટરે લાંચ પેટે માંગ્યો આઇફોન, પછી આવ્યો પોલીસનો ફોન

Navsari News: નવસારીના ઇન્સ્પેક્ટરને લાંચ પેટે આઇફોન માંગવો ભારે પડી ગયો છે. તેના પગલે તરત જ તેની સામે ફરિયાદ નોંધાવાતા તેના પર પોલીસનો ફોન આવ્યો હતો. હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે. નવસારીમાં ધોલાઈ બંદર પર પોલીસ અધિકારી દિનેશ જમનાદાસ કુબાવત તેમની કામગીરી બજાવી છે.

નવસારી જીલ્લામાં આવેલ ધોલાઇ બંદર ખાતે જતી બોટોના માલિકને છુટક લાઇટ ડીઝલ ઓઇલનો પરવાનો ધરાવી વેચાણ કરે છે, આ કામના આક્ષેપિતે તેઓને અસલ પરવાનો લઇને પોલીસ સ્ટેશન બોલાવેલ અને તમારે છુટક લાઇટ ડીઝલનુ વેચાણ કરવુ હોય તો મારો વ્યવહાર કરવો પડશે નહીતર ધંધો બંધ કરાવી દઇશ તેમ કહી, હાલમાં નવો લોન્ચ થયેલ એપલ કંપનીના આઇફોનની માંગણી કરી હતી.

પરંતુ ફરિયાદી એપલ કંપનીનો આઇફોન આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરી, ફરિયાદ કરેલ હતી. આ ફરિયાદ આધારે આજરોજ એ.સી.બી. ટીમે લાંચના છટકાનુ આયોજન કરેલ, જે લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત દીનેશ જમનાદાસ કુબાવત પોલીસ ઇન્સ્પેક્ટર, નાઓએ રૂ.૧,૪૪,૯૦૦/- ની કિંમતનો આઇફોન મોબાઇલ સ્વીકારતા જ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

નવસારી એસીબી પોલીસ સ્ટેશનના એસીબીના ટ્રેપિંગ અધિકારી બી.ડી. રાઠવાની સાથે એસીબી સ્ટાફ કુબાવતને પકડવાના છટકામાં સામેલ હતા. સુપર વિઝન અધિકારી તરીકે એસીબીના સુરત એકમના અધિકારી આર.આર ચૌધરી હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જેલમાંથી મુક્ત કરવા લાંચ લેતા દાહોદનો ઈન્ચાર્જ જેલ અધિક્ષક ઝડપાયો

આ પણ વાંચો: રાજુલાના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત બે શખ્સો 2 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

આ પણ વાંચો: વેજલપુર પોલીસ સ્ટેશનનો પીએસઆઈ 80 હજારની લાંચ લેતા ઝડપાયો