નવસારી,
નવસારીના સુપા કુરેલ ગામમાં કપિરાજનો આતંક વધી રહ્યો છે. ત્યારે આ કપિરાજનો આતંક સીસીટીવીમાં કેદ થયો હતો. તમે ફુટેજમાં જોઇ શકો છો કે કપિરાજ રસ્તા પર ચાલતા લોકો પર હુમલો કરે છે. તમે જોઇ શકો છો કે આ કપિરાજે વૃદ્ધા પર અચાનક હુમલો કર્યો અને તેના લીધે વૃદ્વા ગંભીર પણે ઇજાગ્રસ્ત થયો.
મળતી માહિતી મુજબ 2 મહિનામાં ૧૯ લોકો પર આ કપિરાજે હુમલાઓ કર્યા છે. ત્યારે વનવિભાગ દ્વારા કપિરાજને પકડવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે સુપા કુરેલ ગામમાં છેલ્લા મહિનામાં 19 લોકો પર હુમલાઓ કર્યા હતા. ત્યારે આ મામલે વનવિભાગે કપિરાજને પકડવાની તજવીજ હાથ ધરી છે.