ડ્રગ્સ કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી) ના સમન્સ બાદ લોકો દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલ પ્રીત સિંહ પર નજર રાખી રહ્યા છે. બુધવારે એજન્સીએ ટોચની અભિનેત્રીઓને સમન્સ મોકલ્યું હતું અને પૂછપરછ માટે બોલાવ્યા હતા. એક ખાનગી માધ્યમના અહેવાલ મુજબ દીપિકા પાદુકોણ આજે ખાનગી જેટ દ્વારા મુંબઇ જવા રવાના થશે. આવતીકાલે તે એનસીબી ઓફિસ પહોંચવા માટે વધારાની સુરક્ષા મળશે. આ ઉપરાંત સારા અલી ખાન પણ ગોવાથી મુંબઇ જવા રવાના થઇ છે. સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ સાથે જોડાયેલા ડ્રગ કેસમાં તેને 26 સપ્ટેમ્બરના રોજ મુંબઇના નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યા છે.
બોલીવુડમાં કથિત ડ્રગ નેક્સસની તપાસ કરી રહેલી એનસીબીએ પૂછપરછ માટે અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, સારા અલી ખાન અને રકુલ પ્રીત સિંહ સહિત 7 લોકોને સમન્સ આપ્યું છે. આ બધાને એનસીબી દ્વારા જુદા જુદા દિવસો પર પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. ગુરુવારે, એનસીબીએ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ, સુશાંત સિંહ રાજપૂતની ટેલેન્ટેડ મેનેજર શ્રુતિ મોદી અને ડિઝાઇનર સિમોન ખંભાટાને બોલાવ્યા છે.
Panaji: Sara Ali Khan leaves for Mumbai from Goa Airport.
She has been summoned by Narcotics Control Bureau (NCB), Mumbai on September 26, in connection with a drug case related to Sushant Singh Rajput death case. pic.twitter.com/i1jT2BaS3B
— ANI (@ANI) September 24, 2020
આ સાથે જ શુક્રવારે દીપિકા પાદુકોણના મેનેજર કરિશ્મા પ્રકાશને બોલાવી છે. તેને મંગળવારે એનસીબી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. પરંતુ તબિયત ખરાબ હોવાના કારણે તે પૂછપરછ માટે એનસીબી ઓફિસ પહોંચી શકી ન હતી. એનસીબીના એક સૂત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કરિશ્મા પ્રકાશને શુક્રવાર સુધી એજન્સી સમક્ષ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.