પંચમહાલ: NEETની પરીક્ષા ચોરીનો રેકેટનો પર્દાફાશ થયો છે. કલેકટરની સજાગતાથી NEET પરીક્ષા ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે. આ મામલે જય જલારામ શાળાના તુષાર ભટ્ટ અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે. NEET પરીક્ષામાં ચોંકાવનારી હકીકત સામે આવી છે. કહેવાય છે કે વિદ્યાર્થીઓ પાસેથી 10-10 લાખ રૂપિયામાં પેપર તોડનું સેટિંગ કરવામાં આવ્યું છે. હાલમાં મળેલ માહિતી મુજબ NEET પરીક્ષામાં પેપરની ચોરી મામલે 6 વિદ્યાર્થીઓ સાથે રૂપિયા લઈ તોડ કરાયો છે.
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા NEET પરીક્ષા ચોરીના રેકેટમાં ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે. જેમાં જય જલારામ શાળાના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાની રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક અને ગોધરાના આરીફ વોરા સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આ ત્રણેય સામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર મામલાની કલમો હેઠળ ફરિયાદી નોંધી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે.
NEETના પેપર કેવી રીતે લીક થયા તેમજ આ ત્રણ શખ્સ દ્વારા કેવી રીતે સીલ કરાયેલા પેપર હાથ લાગ્યા અને આ મામલામાં બીજા કોણ સંડોવાયેલા છે જેવી તમામ બાબતો પર પોલીસ તપાસ કરી રહી છે.
સમાચાર અપડેટ થઈ રહ્યા છે…
આ પણ વાંચો:વિશ્વાસ જ ગુમાવી દેશે લોકો; બંગાળના શિક્ષક ભરતી કૌભાંડ પર બોલ્યા ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ
આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….