દાહોદનાં કસ્બા વિસ્તારમાં સ્થિત પિંજારવાડાની નૂર મસ્જિદ પાસે રહેતા એક પરિવારમાં મિલકત સંબંધી તકરારમાં લોહી રેડાયું અને કાકાએ ભત્રીજાની હત્યા કરી નાખી હોવાની વિગતો સામે આવતા સમગ્ર વિસ્તારમાં સોંપો પડી ગયો હતો.
પ્રાથમી માહિતી પ્રમાણે દાહોદ કસ્બા પિંજરવાડા માં રહેતા ચાર ભાઈઓ વચ્ચે ઘણા સમય થી મિલકત બાબતે ઝગડો ચાલતો હતો. ઝગડાએ ગઈ કાલે મોડી રાત્રે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. જેમાં બે ભાઈઓ માંનાં મોટા ભાઈ નું નામે ઇમરાન મન્સૂરી અને ત્રીજા નંબરનો આરોપી જેનું નામ શાહનવાઝ છે તેની વચ્ચે વાત કે તકરાર ચાલતી હતી, ત્યારે મોટા ભાઈ ઇમરાનના પુત્ર નવાબ મન્સૂરી વચ્ચે પડતા આરોપી શાહનવાઝ હાથમાં પકડેલ ચાકુ નવાબ ભાઈની છાતીના ભાગે મારી દેતા નવાબ ભાઈનું ઘટના સ્થળપરજ મોત નિપજયુ હતું.
ચાલી રહેલા ઝગડામાં ઇમરાન ભાઈ ની પત્ની છોડાવા આવતા આરોપી શાહનાવઝભાઈ એ એમના ભાઈ ની પત્ની એટલે એમના ભાભી ને પણ હાથ તેમજ પીઠના ભાગે ચાકુ મારી ગંભીર ઇજાઓ પોહચાડી હતી .જેથી આરોપી શાહનાવઝ મન્સૂરી ઘટનાને અંજામ આપી ઘટના સ્થળેથી નાસી જવામાં ગયો હતો.
નવાબ મસૂરી તેમજ ઇજા ગ્રસ્ત મહિલાને દાહોદના ખાનગી દવાખાનામાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તબીબ દ્વારા નવાબ ભાઈને તપાસ કરતા નવાબ ભાઈ ને મૃત જાહેર કરાતા સમગ્ર પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી અને ઇજા ગ્રસ્ત મહીલાને શરીર ના ભાગે વધુ ઇજાઓ થતા તાબડતોબ બીજા દવાખાંનામાં લઇ જવામાં આવ્યા હતા.
ઘટના ની જાણ પોલીસ ને થતા પોલીસ ઘટના સ્થળે પોહચી સ્થળ સ્થિતિનું પંચનામું કરી લાશને પી.એમ માટે મોકલી ફરાર આરોપીની તપાસ હાથ ધરી છે.
@ નેહલ શાહ, મંતવ્ય ન્યૂઝ – દાહોદ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…