Not Set/ બોલો,હવે ચલણી નોટો પણ  ઓનલાઇન વેચાઇ રહી છે

  દિલ્હી લાખો ચીજવસ્તુઓ વેચાણ કરતા ઇ-કોમર્સના  શોપીંગ પોર્ટલ પર હવે કરન્સી નોટો પણ વેચાવા લાગી છે.દેશમાં આજકાલ એટીએમમાંથી રોકડ નથી મળી રહી અને બેંકો પણ કેશની ખેંચમાંથી પસાર થઇ રહી છે ત્યારે હવે ઓનલાઇન નોટો વેચવાનું શરૂ થયું છે. એવી માહિતી સામે આવી રહી છે કે  10, 50 અને 200ની નોટના બંડલ પોતાની કિંમતથી […]

Top Stories
note બોલો,હવે ચલણી નોટો પણ  ઓનલાઇન વેચાઇ રહી છે

 

દિલ્હી

લાખો ચીજવસ્તુઓ વેચાણ કરતા ઇ-કોમર્સના  શોપીંગ પોર્ટલ પર હવે કરન્સી નોટો પણ વેચાવા લાગી છે.દેશમાં આજકાલ એટીએમમાંથી રોકડ નથી મળી રહી અને બેંકો પણ કેશની ખેંચમાંથી પસાર થઇ રહી છે ત્યારે હવે ઓનલાઇન નોટો વેચવાનું શરૂ થયું છે.

એવી માહિતી સામે આવી રહી છે કે  10, 50 અને 200ની નોટના બંડલ પોતાની કિંમતથી વધુ કિંમતે ઓનલાઇન વેચાઇ  રહ્યાં છે. જો કે આ રીત સંપૂર્ણ રીતે ગેરકાયદેસર છે. ખાસ વાત એ છે કે નોટની ગેરંટી માટે એક પોર્ટલે તો લખ્યું છે કે આ નોટ રીઝર્વ બેંકના  ગર્વનર ઉર્જિત આર. પટેલના હસ્તાક્ષર વાળા છે. 1 રૂપિયાની જુની નોટ માટે લખ્યું છે કે આ પૂર્વ નાણા સચિવ શક્તિકાંત દાસના હસ્તાક્ષરવાળી છે.

દેશમાં જાણીતા ઓનલાઇન વેપાર કરતાં પોર્ટલ Ebay.in (ઇબે ડોટ ઈન) પર 10 રૂપિયાની 100 નોટ 1620 રૂપિયામાં વેચાઈ રહી છે. 200 રૂપિયાની નવી 100 નોટ 26,000 રૂપિયામાં ઉપલબ્ધ છે. તો 1 રૂપિયાની 100 નવી નોટના બંડલની ઓનલાઈન કિંમત 555 રૂપિયા છે. આ નોટને પોતાના ઘર પર મંગાવવા માટે 50થી 100 રૂપિયા સુધીનો શિપિંગ ચાર્જ અલગથી આપવો પડશે.

એવું પણ જાણવા મળી રહ્યું છે કે લોકો ઓનલાઇન નોટો ખરીદે પણ છે.લગ્નગાળામાં પણ આવી નોટો વધારે પ્રમાણમાં ખરીદાઇ છે,ખાસ કરીને જે નોટો બેંક કે એટીએમમાં ઉપલબ્ધ નથી હોતી તેવી નોટો વધારે વેચાઇ રહી છે.જેમ કે ઓનલાઇન 1 રૂપિયાની નવી નોટની સૌથી વધુ માંગ છે. અને તેથી જ તેના બંડલ ઓનલાઈન 531 રૂપિયામાં વેંચાય રહ્યાં છે. ઓર્ડર કરવા પર 2થી 3 દિવસમાં ઘર પર જ નોટોની સપ્લાઈ થઈ જાય છે.

આ અંગે ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશનના અધ્યક્ષ એસ.એસ.સિસોદિયાએ જણાવ્યું કે રૂપિયા લીગલ ટેન્ડર છે. તેનું વેચાણ અધિક કિંમતે ન કરી શકાય. આ એક ગુનો જ છે. તેઓએ જણાવ્યું કે લીગલ ટેન્ડરને તમે સરકારની મંજૂરી વગર વેચવું તો શક્ય નથી, તેને નષ્ટ પણ ન કરી શકાય.
આ મામલે ઇબે કંપનીના અધિકૃત પ્રવકતાનો સંપર્ક સાધવાના અનેક પ્રયાસ કર્યાં પરંતુ તેમનો સંપર્ક ન સાધી શકાયો.