ભારતની કંપની હંસ(HANS)એ એક એવી પાવરબેન્ક બનાવી છે, જેનાથી તમે ઘરની લાઈટ, પંખા સહિત ટેલિવિઝનને પણ સરળતાથી ચલાવી શકો છો. આ ડિવાઈસને કંપનીએ ફ્રી ઈલેકટ્રીસિટી જનરેટરનું નામ પણ આપ્યું છે. આ પાવરબેન્કની ખાસ વાત એ છે કે તેને સોલર એનર્જીથી ચાર્જ કરી શકાય છે. બાદમાં તેનાથી 300 કલાક સુધી નોનસ્ટોપ ઘરમાં વીજળીનો વપરાશ કરી શકાય છે.
હંસ કંપનીએ આ પોર્ટેબલ પાવરફુલ પાવરબેન્કને બે મોડલમાં લોન્ચ કરી છે. જેમાં PowerPack 150 અને PowerPack 300નો સમાવેશ થાય છે. PowerPack 150ની કિંમત માત્ર 9990 રૂપિયા છે, જયારે Powerpack 300ની પ્રાઈસ 12,500 રૂપિયા છે. આ બંને પાવરબેન્કને ઓનલાઈન સરળતાથી ખરીદી શકાય છે. તે પોર્ટેબલ થવાની સાથે જ ઈઝી ટૂ કેરી છે. એટલે કે તમે તેને કોઈ પણ જગ્યાએ સરળતાથી લઈ જઈ શકો છો. એવા કોઈ સ્થળે તમે પાર્ટી કરવા જઈ રહ્યાં છો જયાં વીજળી નથી ત્યાં આ જનરેટર કામ કરશે.
આ પાવરબેન્કની ખાસ વાત એ છે કે ટીવી, પંખા, લાઈટ તમામ સરળતાથી ચાલશે. તેની સાથે જ ફોનને પણ ચાર્જ કરી શકાય છે. આ પાવરબેન્કમાં ઈલેકટ્રિસીટિના આઉટપુટ માટે 2 સોકેટ પણ આપવામાં આવ્યાં છે. જેમાં એક USB પોર્ટ છે, જયારે બીજો મોબાઈલ ચાર્જરનો છે. એટલે કે તેમાં એક ઈલેકટ્રિક બોર્ડ એટેચ કરવાનું રહેશે, બાદમાં કોઈ પણ ડિવાઈસ ચલાવી શકાય છે. આ પાવરબેન્કમાં મલ્ટીલાઈટ પણ આપવામાં આવી છે, જેના ઘણાં બધા લેવલ આપવામાં આવ્યાં છે.
આ ડિવાઈસ ખરીદવા માટે માત્ર એક જ વખત પૈસા ખર્ચવા પડે છે. પછીથી તેની પર એકસ્ટ્રા 1 રૂપિયાનો પણ ખર્ચ થતો નથી. તેનું કારણ એ છે કે તેમાં પાવરફુલ સોલર પ્લેટ આપવામાં આવી છે. એટલે કે તેને તડકામાં ચાર્જ કરી શકાય છે. આ સિવાય તેમાં ઈલેકટ્રિસિટી પાવર પણ આપવામાં આવ્યો છે. કંપનીએ આ ડિવાઈસને ચાર્જ કરવા માટે એક સોલર બ્રિફકેસ પણ બનાવી છે. જેની મદદથી તેને માત્ર 4 કલાકમાં ચાર્જ કરી શકાય છે.