ઈમેન્યુઅલ મેક્રોન સતત બીજી વખત ફ્રાન્સના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી 2022માં તેમના પ્રતિસ્પર્ધી મરીન લે પેનને હરાવ્યા હતા. રાષ્ટ્રપતિ પદ માટે ઈમેન્યુઅલ મેક્રોન અને મારિન પેન વચ્ચે જોરદાર ટક્કર હતી. મરીન પેને પ્રમુખપદની રેસમાં હાર સ્વીકારી અને વર્તમાન પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોનને વિજેતા જાહેર કર્યા. ઈમેન્યુઅલ મેક્રોને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં 58.2 ટકા વોટ સાથે જીત મેળવી છે.
ફ્રાન્સની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોંઘવારી, યુક્રેન પર રશિયાનો હુમલો અને ઇસ્લામ મુખ્ય મુદ્દાઓ તરીકે ઉભરી આવ્યા હતા. રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રથમ રાઉન્ડનું મતદાન 10 એપ્રિલના રોજ થયું હતું. આ ચૂંટણીમાં દેશના 4.80 કરોડ મતદારોએ નવા રાષ્ટ્રપતિનું ભાવિ નક્કી કર્યું. 20 એપ્રિલના રોજ, મેક્રોન અને લે પેન વચ્ચે લાઈવ ડિબેટ થઈ હતી. જેમાં મેક્રોનનો દેખાવ આકર્ષક રહ્યો હતો. મેક્રોન પહેલા, ફક્ત બે ફ્રેન્ચ રાષ્ટ્રપતિઓ બીજી ટર્મ જીતવામાં સફળ થયા છે. ઇમેન્યુઅલ મેક્રોન 44, 2002માં જેક્સ શિરાકની પુનઃચૂંટણી પછી બીજી ટર્મ જીતનાર પ્રથમ ફ્રેન્ચ રાજકીય વ્યક્તિ બન્યા છે. આ સાથે જ 53 વર્ષીય મરીન લે પેનનું ફ્રાંસની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે.
આ પણ વાંચો : વિદેશી મહેમાનોની પરોણાગતમાં કયા સુધી ઝૂંપડપટ્ટી પર સફેદ પડદા નાખશો ?